Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે અક્ષય તૃતિયાઃ અખંડ આનંદનો અવસર

 

વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ પણ મનાવવામાં આવશે : કોઈપણ શુભકાર્ય માટે વણજોયાં મુર્હૂતના વર્ષે સાડા-ત્રણ દિવસ હોય છે તેમાં એક દિવસ એટલે અખાત્રિજ : સોનું, ઘર, જમીન, મિલકત, વાહન ખરીદવાની પરંપરા જળવાશે અને બજારમાં રૂપિયો પણ ફરતો થશે

આનંદ, જીવનનું અભિન્ન અંગ અને આગેકૂચનું ઈંધણ છે. એમાંય આનંદ અખંડ હોય તો પૂછવું જ શું. આવતીકાલે અખંડ આનંદની અભિલાષાનો અવસર અક્ષયતળતિયા છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તળતિયા છે. અક્ષયતળતિયા એટલે કે અખાત્રીજ. વર્ષ દરમિયાન શુભકાર્ય માટે કુલ સાડાત્રણ દિવસ હોય છે તેમાં એક દિવસ એટલે અક્ષયતળતિયા. લોકો સોનું, ઘર, જમીન, મિલકત, વાહન ખરીદવાની પરંપરા જાળવવા સાથે ધાર્મિક અને સેવા કાર્યો કરી જીવનના અખંડ આનંદમાં ઉમેરો કરે છે. બે વર્ષ પછી જનજીવન સામાન્‍ય બન્‍યું છે ત્‍યારે અક્ષયતળતિયાએ ખરીદી જામશે અને બજારમાં રૂપિયો પણ ફરતો થશે. અક્ષયતળતિયા સાથે જ પરશુરામ જયંતિની ઉજવણીનો રૂડો અવસર પણ છે.

આપણાં પંચાંગ માં આખા વરસમાં સાડા ત્રણ દિવસ એવાં હોય છે કે જે શુભકાર્યો કે શુભારંભ મુહૂર્ત જોયા વગર કરી શકાય છે. વસંત પંચમી, અક્ષય તળતીયા, અષાઢી બીજ, અને દશેરાના અડધા દિવસ દરમિયાન વગર પૂછયે સારાં કામો, અટકેલાં કામો કે કોઈપણ કાર્યનો શુભારંભ કરી શખાય છે. વૈશાખ સુદ ત્રીજને અક્ષય તળતીયા કહેવાય છે. અક્ષય એટલે કોઈ દિવસ ખૂટે નહીં કે ક્ષય ન થાય એવું. આ દિવસે જે કાર્ય થાય એ અતૂટ રહે છે. અખાત્રીજે કરેલા દાન, ધર્મ કે સુકર્મનું ફળ અધિક મળે છે. અક્ષય તળતીયા સાથે ઘણી વાતો જોડાયેલી છે. ધરતી ઉપર ‘મા ગંગા'નું અવતરણ થયું હતું તેથી ગંગા અવતરણ દિવસ પણ કહેવાય છે. આ દિવસે ગંગા તાાન કરી પાપમુક્‍ત થવાય છે. આ જ દિવસે મહર્ષિ વેદ વ્‍યાસે ભગવાન શ્રીગણેશ પાસે મહાભારત મહાકાવ્‍ય લખવાનો આરંભ કર્યો હતો. શ્રી કળષ્‍ણ ભગવાને માંગતા ખૂટે નહીં તેવું અક્ષયપાત્ર પાંડવોને વનવાસ દરમિયાન આપ્‍યું હતું. ભગવાન શ્રીકળષ્‍ણએ તાંદુરની પોટલી સખા સુદામા પાસેથી ભેટસ્‍વરૂપે સ્‍વિકારી. વર્ષો પછી ભટીને મળ્‍યાં ત્‍યારે ભગવાન શ્રીકળષ્‍ણએ મિત્ર સુદામાની દરિદ્રતા હરી લીધી એ અક્ષય તળતિયા દિવસને ‘મા અન્નપૂર્ણા'નો પ્રાગટય દિન ગણવામાં આવે છે. આ દિવસે ‘મા અન્નપૂર્ણા'ને વાનગી બનાવી થાળ ધરાવી આરાધના કરવાથી ધાન્‍ય ભંડાર અક્ષય રહે એવું શાષાો કહે છે. અક્ષયતળતિયાના દિવસે બદરીનાથનાં દ્વાર ખૂલે છે અને ચારધામ યાત્રાનો આરંભ થાય છે. જ્‍યોતિષશાષા મુજબ આ તિથિએ સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્‍ચ રાશિમાં હોય છે. આથી,  દિવસે લગ્ન, વેપારની શરૂઆત અને ગળહ પ્રવેશ જેવા માંગલિક કામ શુભ સાબિત થાય છે. બીજા બધા દિવસે કોઈક ના કોઈ શુભ/અશુભ મુહૂર્ત હોય છે પરંતુ અખાત્રીજે કોઈપણ મુહૂર્ત ની જરૂર નથી પડતી. આ દિવસે ભગવાન વિષ્‍ણુજીના નામથી ગરીબોને ભોજન અને દાનનું વિશેષ મહત્‍વ છે.

 શાષાોમાં અક્ષય તળતિયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે. અક્ષય તળતિયા પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે દેવી વિષ્‍ણુની પણ પૂજા કરવામાં આવે છે. અક્ષય તળતિયાની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. અક્ષય તળતિયા પર કોઈને નુકસાન ન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના અન્‍યાયથી બચવું જોઈએ. કોઈ સાથે કટુ વ્‍યવહાર કે ગુસ્‍સો ન કરવો અને સાત્‍વિક ખોરાક લેવાનું શાષાો કહે છે. અખાત્રીજના દિવસને સમળદ્ધિ સાથે જોડવામાં આવે છે એટલે સોનું ખરીદવામાં આવે છે. બધી જ પ્રાકળતિક ધાતુઓમાં સોનાને ઉત્તમ માનવામાં આવે છે. ઘરમાં સોનું લાવવાથી ઘરમાં સમળદ્ધિ બની રહે છે. સોનામાંથી નીકળતા ચમકતા પ્રકાશની સરખામણી સૂરજના કિરણો સાથે કરવામાં આવે છે, જેનાંથી ઘરમાં સકારાત્‍મક ઊર્જા બની રહે છે. સોનું ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્‍ણુનો પ્રવેશ પણ ઘરમાં થાય છે. અખાત્રીજે કરેલું કોઈપણ કાર્ય અક્ષય રહે છે, તેથી હોમ, તપ-જપ દાન, પિતળ તર્પણની પરંપરા છે. અક્ષય તળતિયાનો મહિમા વિષ્‍ણુપૂરાણ, નારદપૂરાણ, ભવિષ્‍યપૂરાણ, તૈત્તરીય ઉપનિષદ સહિતના ગ્રંથોમાં છે.

અક્ષય તળતિયાના દિવસે ભગવાન વિષ્‍ણુએ પોતાનો છઠ્ઠો અવતાર પરશુરામના રૂપમાં લીધો હતો. ભગવાન વિષ્‍ણુનો આ અવતાર આવેશાવતાર માનવામાં આવે છે. તેમણે માતા રેણુકાના ગર્ભથી ઋષિ જમદગ્નિના ઘરે જન્‍મ લીધો હતો. કહેવાય છે કે, ક્ષત્રિયોનો ઘમંડ તોડવા માટે પરશુરામે તેમનો ૨૧ વખત સંહાર કર્યો હતો. પરશુરામજી ભગવાન શિવજીના ભક્‍ત હતા. તેમના કઠોર તપથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાનું દિવ્‍ય અષા પરશુ આપ્‍યું હતું. હંમેશા શિવજીનું પરશુ ધારણ કરતા હતા એટલે પરશુરામ તરીકે ઓળખાવા લાગ્‍યા. તેઓ અષા શષામાં બહુ નિપુણ હતા. અક્ષયતળતિયાના દિવસે ભગવાન પરશુરામની પૂજાઅર્ચના અને સેવા કાર્યો કરી પરશુરામ જયંતિની ઉજવણી પણ કરવામાં આવશે.

અક્ષયતળતિયા એટલે અખાત્રીજના દિવસે અન્‍ય તહેવારોનું માફક ધૂમધડાકા, મિલન મેળાવડાં કે એક-બીજા શુભકામનાનો વ્‍યવહાર જોવા મળતો નથી. પરંતુ, આ ઈશ્વરીય તિથિ અક્ષય છે એટલે મનમાં અખંડ આનંદનો અહેસાસ જાગે છે. સેવા અને ધર્મકાર્યો સાથે સ્‍વયંની સમળધ્‍ધિ સાથે જીવનમાં આનંદ, ઉમંગના અવસરે આ મંત્ર કષ્ટ હરનારો છે.

ૐ ભાસ્‍કરાય વિગ્રહે મહાતેજાય ધીમહિ, તન્નો સૂર્ય : પ્રચોદયાત્‌

:: સંકલન ::ᅠᅠહેમાંગિની ભાવસાર

અમદાવાદ. ૯૯૭૯૨ ૨૮૦૨૯

(4:05 pm IST)