Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હદપાર કરાયેલો શખ્‍સ પકડાયો

રાજકોટ તા. રઃ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી તેમજ અન્‍ય ચાર જીલ્લામાંથી હદપાર કરાયેલો શખ્‍સ ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવ્‍યો હોવાની બાતમી કોન્‍સ. વનરાજભાઇ તથા ગોપાલભાઇને મળતા ગાંધીગ્રામ કિસ્‍મતનગર શેરી નં. પ માંથી યશવંતસિંહ ઉર્ફે લાલો ખેંગારસિંહ પરમાર (ઉ.વ.૩૧) (રહે. કિસ્‍મતનગર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જે. જી. રાણા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(4:10 pm IST)