Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાષ્‍ટ્રની સાચી ધરોહર રમતવીર છે, તેમની કારર્કિદી ઘડી મંજીલ સુધી પહોંચાડો : ડો.અર્જુનસિંહ રાણા

ઇકોસિસ્‍ટમ ફોર ટ્રેડિશનલ એન્‍ડ મોડર્ન સ્‍પોર્ટ્‍સ ફોર નેશન બિલ્‍ડીંગ કાર્યક્રમનું સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટી અને ક્રીડાભારતી ના સંયુક્‍ત ઉપક્રમે સફળ આયોજન

રાજકોટ, તા. ર :  પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી  ના વિઝન અને આદરણીય મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનાં નેતળત્‍વ માં સ્‍પોર્ટસ મિનિસ્‍ટરશ્રી હર્ષભાઈ સંઘવીનાં માર્ગદર્શનમાં સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટી અને ક્રીડાભારતી ના સંયુક્‍ત ઉપક્રમે તા.૨૬ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન રમતવીરોના ટ્રેઇનર્સ, કોચીઝ તથા શારીરિક શિક્ષણના તજજ્ઞો માટે અમદાવાદ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર ૅઇકોસિસ્‍ટમ ફોર ટ્રેડિશનલ એન્‍ડ મોડર્ન સ્‍પોર્ટ્‍સ ફોર નેશન બિલ્‍ડીંગૅ  કાર્યક્રમ ટ્રાન્‍સસ્‍ટેડિયા, મણિનગર, અમદાવાદ ખાતે સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ.અર્જુનસિંહ રાણા ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.

જેમાં રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના અગ્ર સચિવ   શ્રી અશ્વિની કુમાર, સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટીના   કુલપતિશ્રી પ્રો.(ડૉ.) અર્જુનસિંહ રાણા, ક્રીડાભારતી ભારતના   જનરલ સેક્રેટરીશ્રી રાજ ચૌધરી, ક્રીડાભારતી ભારતના   સંગઠન મંત્રીશ્રી પ્રસાદ મહંકર, ક્રીડાભારતી ભારતના   કોષાધ્‍યક્ષ ડૉ.મિલિન્‍દ ડાંગે, ક્રીડાભારતી ગુજરાતના   અધ્‍યક્ષશ્રી વિવેક પટેલ ની વિશેષ ઉપસ્‍થિતિ રહેલ.

આ કાર્યક્રમમા સમગ્ર દેશમાંથી શારીરિક શિક્ષણના ૮ તજજ્ઞશ્રી દ્વારા તેમના વિશેષ વિષયનું પ્રસ્‍તુતિકરણ હાજર રહેલ રમતવીરોના ટ્રેઇનર્સ તથા કોચીઝના કૌશલ્‍ય વર્ધન માટે કરવામાં આવેલ. જેમાં IDCPE કોલેજના   પ્રિન્‍સિપાલશ્રી પ્રો.ડૉ.અનિલ કરવન્‍દે, લોનાવાલા યોગા ઇન્‍સ્‍ટિટયૂટના   ડિરેક્‍ટરશ્રી પ્રો.ડૉ.મન્‍મથ ઘરોટે, જીવાજી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણના   ડિરેક્‍ટરશ્રી પ્રો.ડૉ.રાજેન્‍દ્રસિંઘ, RTM યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણના   ડિરેક્‍ટરશ્રી પ્રો.ડૉ.શરદ સૂર્યવન્‍શી, કુરુક્ષેત્ર યુનિવર્સિટીના   પ્રોફેસરશ્રી પ્રો.ડૉ.અરવિંદ મલિક, પંજાબી યુનિવર્સિટીના   પ્રોફેસરશ્રી પ્રો.ડૉ.પરમવીર સિંઘ, પંડિત રવિશંકર શુક્‍લા યુનિવર્સિટીમાં સ્‍કૂલ ઓફ સ્‍ટડી, ફિઝિકલ એજ્‍યુકેશનના   ડીન શ્રી પ્રો.ડૉ.ચંદ્રકાન્‍ત અગાશે, બનારસ હિન્‍દૂ યુનિવર્સિટીમાં   પ્રોફેસર  પ્રો.ડૉ.દિલીપકુમાર દૂરેહા તથા અન્‍ય ગણમાન્‍ય હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ, રમતવીરો, તાલીમાર્થીઓ તથા અન્‍ય રમતપ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 અશ્વિની કુમારએ સમગ્ર દેશમાંથી પધારેલ શારીરિક શિક્ષણના તજજ્ઞશ્રી દ્વારા તેમના વિશેષ વિષયના પ્રસ્‍તુતિકરણ દરમિયાન વિવિધ કેટેગરીમાં ઉત્તમ કોચિંગ, રાષ્‍ટ્ર નિર્માણ માટે આધુનિક રમતો ની જરૂરિયાત, વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કોચીસ તરીકે ઉત્‍કળષ્ટ થવામાં મદદ, તથા આવા કાર્યક્રમ થકી ખેલાડીઓમાં શારીરિક ક્ષમતાનો વધુ સારો વિકાસ થાય અને વધુ સારા તજજ્ઞો તૈયાર કરવાની મહત્‍વની ભૂમિકા ભજવશે તેમ જણાવેલ.

આ એક દિવસીય નેશનલ સેમિનારના પ્રાસંગિક ઉદ્ધાટન કરતા સ્‍વર્ણિમ ગુજરાત સ્‍પોર્ટ્‍સ યુનિવર્સિટીના   કુલપતિશ્રી પ્રો.(ડૉ.) અર્જુનસિંહ રાણાએ જણાવ્‍યું કે રાષ્‍ટ્રની સાચી ધરોહર એ રમતવીર છે અને તાલીમાર્થીઓને આ એક દિવસીય નેશનલ સેમિનાર કાર્યક્રમનો પૂરો લાભ લઇ રાષ્‍ટ્ર નિર્માણ માટે આધુનિક રમતો ની ઇકોસિસ્‍ટમ વધુ સારી રીતે વિકસાવીને આપણે સૌએ આપણા દેશને ઓલિમ્‍પિકમાં વધારેમાં વધારે ચંદ્રકો પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક લેવા અપીલ કરેલ. તાલીમાર્થીઓ માટે વિવિધ લેવલના અન્‍ય તાલીમી કાર્યક્રમોનું આયોજન ભવિષ્‍યમાં થશે એવો દ્રઢ નીર્ધાર કર્યો હતો. આ પ્રસંગે વિવિધ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન સાથે પણ સ્‍પોર્ટ્‍સ તથા ફિટનેસ - વેલનેસ અને સ્‍પોર્ટ્‍સ ન્‍યુટ્રીશન જેવા વિષયો આવરી લેતા સંયુક્‍ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માર્ગદર્શન આપેલ. આઝાદીના અમળત મહોત્‍સવ નિમિત્તે અને ફિટ ઇન્‍ડિયા મૂવમેન્‍ટમાં સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રે રમતવીરો તથા પ્રશિક્ષકો દ્વારા મહત્તમ યોગદાન આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે નવા ભારતના નિર્માણની પ્રક્રિયામાં ઉત્તમ સહયોગ આપવા આહવાન કરેલ. તેમજ હાલમાં સમગ્ર વિશ્વ સમક્ષના માનસિક પડકારોની સમજ આપી અને વિવિધ ગતિવિધિઓ જેવી કે આત્‍મ-વિશ્‍લેષણ, પર્યાવરણ અને પ્રકળતિ સાથે સંતુલન, મનોવૈજ્ઞાનિક સ્‍વાયત્તતા, સકારાત્‍મક સંબંધોનો વિકાસ અને સ્‍વીકાર તથા આત્‍મ-ઓળખ દ્વારા માનસિક સુખાકારી વધારવા જોર આપેલ.

(4:11 pm IST)