Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ખુલ્લા પ્‍લોટ પાસે બીમારીથી અજાણ્‍યા યુવાનનું મોત

યુવાનના જમણા હાથની કલાઇ ‘અમૃત' અને અંગ્રેજીમાં ‘એમ' ત્રોફાવેલ છે : વાલીની શોધ

રાજકોટ,તા. ૨ : ગોંડલ રોડ પર સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં આવેલ ખુલ્લા પ્‍લોટ પાસે એક અજાણ્‍યા યુવાનનું બીમારીથી મોત નિપજ્‍યુ છે.

મળતી વિગત મુજબ સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા શેરી નં. ૧૭માં આવેલ ખુલ્લા પ્‍લોટ પાસે આશરે ૪૭ વર્ષનો એક અજાણ્‍યો યુવાન બીમારીના લીધે બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ બી.બી.રાણા તથા રાઇટર પ્રશાંતસિંહએ તપાસ હાગ ધરી છે.

મૃતક યુવાનના જમણા હાથની કલાઇ પર ગુજરાતમાં ‘અમૃત' અને અંગ્રેજીમાં ‘એમ' ત્રોફાવેલ છે. અને ડાબા હાથની કલાઇ પર ત્રાજવાથી મિના ત્રોફાવેલ છે. તેણે આખી બાંયવાળો ભુખરા રંગનો શર્ટ અને બ્‍લ્‍યુ કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧ -૨૩૮૦૦૪૬ તેમજ મોબાઇલ નં. ૯૮૨૫૮ ૧૩૯૯૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:15 pm IST)