Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બામણબોર પાસે એમોનિયા ભરેલું ટેન્‍કર પલ્‍ટીખાઇ જતા ગેસ લીક થતા ટ્રાફીક ડાઇવર્ટ કરાયો

ચાલકને જોકુ આવી જતા ટેન્‍કર પલ્‍ટી ખાઇ ગયું: ફાયર બ્રિગેડનું એક ટેન્‍કર ઘટના સ્‍થળે રાખવામાં આવ્‍યું

રાજકોટઃ કુવાડવા રોડ પર બામણબોર પાસે વહેલી સવારે બરોડા તરફ જઇ રહેલું એમોનીયા ગેસ ભરેલું ટેન્‍કર પલ્‍ટી ખાઇ ગયું હતું. અકસ્‍માત સર્જાતા ગેસ લીકેજ થતા કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફ બેફાયર ફાઇટર સાથે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્‍યો હતો. ટેન્‍કર ચાલક સીકકાથી એમોનીયા ગેસ ભરીને બરોડા જતો હતો. બામણબોર પાસે જોકુ આવી જતા સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પલ્‍ટી ખાઇ ગયું હતું. ટેન્‍કરમાં અમોનીયા ગેસ લીક થતો હોય આસપાસ કોઇ જાનહાની ન થાય તે માટે ફાયર બ્રીગેડનું એક ટેન્‍કર ઘટના સ્‍થળે પર રાખવામાં આવ્‍યું છે. અને ટ્રાફીક ડાઇવર્ટ કરવામાં આવ્‍યો છે.

(4:16 pm IST)