Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નાર્કોટીકસના ગુનામાં સામેલસલીમ સમા પાસામાં ધકેલાયો

રૂરલ એસ.ઓ.જી.ની ટીમે વોરંટની બજવણી કરી

રાજકોટ તા. રઃ જીલ્લામાંથી ગાંજાના જથ્‍થા સાથે પકડાયેલા જેતપુરના શખ્‍સને પીઆઇટી એન્‍ડ પીએસ એકટ હેઠળ અટકાયત કરી છે.

મળતી વિગત મુજબ જીલ્લામાંથી ગાંજાના જથ્‍થા સાથે પકડાયેલા સલીમ સીદીકભાઇ સમા (ઉ.વ. પર) (રહે. જેતપુર નવાગઢ ખાટકીવાસ) વિરૂધ્‍ધ પી.આઇ.ટી. એન.ડી.પી.એસ. એકટ હેઠળ દરખાસ્‍ત કરવામાં આવતા રેન્‍જ આઇજી સંદીપસિંહ તથા એસ.પી. જયપાલસિંહ રાઠોડે વોરંટ ઇશ્‍યુ કરતા રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એસ. એમ. જાડેજા, પી.એસ.આઇ. એચ. એમ. રાણા, એ. એસ. આઇ. પરવેઝભાઇ, વિજયભાઇ, ઉપેન્‍દ્રસિંહ હેડ કોન્‍સ. જયવિરસિંહ, અમીતભાઇ, અતુલભાઇ, હિતેશભાઇ, રણજીતભાઇ, વિજયગીરી તથા દિલીપસિંહ સહિતે સલીમ સીદીકભાઇ સમાની અટકાયત કરી વોરંટની બજવણી કરવામાં આવી હતી.

(4:22 pm IST)