Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

લાંબા સમય બાદ રાજકોટમાં વીજ ચોરી સામે દરોડાએક ડઝન સોસાયટી-પાર્ક આવરી લેવાયાઃ ૪૪ ટીમો ત્રાટકી

રાજકોટ સીટી-૩ વિસ્‍તારના ૪ સબ ડીવીઝન ક્ષેત્રમાં ધોંસઃ બોટાદ-ભુજ સર્કલમાં પણ તપાસણીનો દોર...

રાજકોટ તા. ર :.. લાંબા સમયના વિરામ બાદ ફરીથી રાજકોટમાં વીજ ચોરી સામે પગલા લેવા દરોડા પડયા છે, આજે રાજકોટ સીટી સર્કલના રાજકોટ સીટી ડીવીઝન-૩ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું.

આ દરોડામાં કુલ ૪૪ ટીમોએ વાવડી - ખોખડદળ-રૈયા રોડ તથા માધાપર સબ ડીવીઝન વિસ્‍તારમાં દરોડા પાડયા છે.

દરોડામાં આવરી લેવાયેલ વિસ્‍તારોમાં સીતારામ સોસાયટી, હરિદ્વાર, કૈલાશપાર્ક, સોમનાથ-ગણેશ-તિરૂપતિ સોસાયટી, પરાસર પાર્ક, વોરા સોસાયટી, રૈયાધાર, આરએમસી કવાટર્સ, ગોપાલ સોસાયટી વિગેરેનો સમાવેશ થાય છે.

આવરી લેવાયેલ ફીડરોમાં ૧૧ કેવી ધર્મજીવન, એટલાલ, શિવાલય, અયોધ્‍યા, આરએમસી ફીડર હોવાનું જાહેર કરાયું છે.

વીજ ટીમોએ રાજકોટ ઉપરાંત બોટાદના રાણપુર-પાળીયાદમાં ર૪ ટીમોએ તો, ભૂજ સર્કલના મુન્‍દ્રા-૧, ક્ષેત્રમાં પણ ૩૧ ટીમોએ દરોડા પાડયા છે, વીજ ચોરી અંગે બપોર બાદ વિગતો જાહેર થશે.

(4:23 pm IST)