Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પાણી આપોના પોકાર સાથે વિર સાવરકર આવાસની મહિલાઓ રણચંડી બનીઃ પોલીસે મામલો થાળે પાડયો

રાજકોટ : ભારે તડકા અને તાપ વચ્‍ચે શહેરના કાલાવડ રોડ સ્‍થિત રૂડાની વિર સાવરકર આવાસ યોજનામાં આજે પાણી પ્રશ્ને મહિલાઓમાં ભારે દેકારો બોલી જતા પોલીસ બોલાવવી પડી હતી. આવાસ યોજનામાં છેલ્લા ઘણા દિવસથી પાણી ઓછુ આવતી હોવાની ફરીયાદ છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા મહિલાઓ રણચંડી બનીને રસ્‍તા ઉપર ઉતરી આવી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે દર ઉનાળે પાણીની મુશ્‍કેલી ઉભી થાય છે. તંત્ર દ્વારા પાણીના પુરતા ટેન્‍કરો ફાળવાતા નથી અનેક રજૂઆતો-ફરિયાદો છતાં મુશ્‍કેલીનો કોઇ નિવેડો ન આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસે કોઇ ઘટના બને તે પહેલા પહોંચી મામલો થાળે પાડયો હતો. ઉપરાંત મહિલાઓએ એવી પણ ચિમકી ઉચ્‍ચારેલ કે જો તત્‍કાલ સમાધાન નહીં થાય તો ચક્કાજામ પણ કરીશું.

(4:28 pm IST)