Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પરશુરામ જન્‍મોત્‍સવઃ બાલભવનમાં રાત્રે બ્રાહ્મણની દીકરીઓ ફરશી રાસ અને ક્ષત્રિય દીકરીઓ દ્વારા તલવાર રાસ

કાલે બહુમાળી ચોકના પંડાલ ખાતે યજ્ઞ- ઈશ્વરીયા મંદિર ખાતે મહાઆરતી

રાજકોટઃ બ્રહ્મદેવ સમાજ રાજકોટ આયોજીત પરશુરામ જન્‍મ ઉત્‍સવ નિમીતે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે ભુજના બ્રાહ્મણ કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ઉપર નાટકનો ભવ્‍ય કાર્યક્રમ યોજાયો. બહુમાળી ચોક ખાતે આવેલા પંડાલમાં મહા આરતી થયેલ.

આજે દરમિયાનના રોજ રેસકોર્ષ ખાતે આવેલા બાલભવન મેદાનમાં ભવ્‍ય રાસ ગરબાનું આયોજન રાખેલ છે. જેમાં પ્રખ્‍યાત ગાયક રાહુલભાઈ મહેતા, સાગરભાઈ રાવલ, ખુશીબેન જોષી, પૂજાબેન થાનકી પોતાના સુર રેલાવશે. બ્રાહ્મણ દિકરીઓ દ્વારા ફરશી રાસ અને ક્ષત્રિય બહેનો દ્વારા તલાવર રાસ કરાશે.

આવતી કાલ સવારના બહુમાળી ચોક પરશુરામ દાદાના પંડલા ખાતે સવારે ૭ થી ૧૧ સર્વ જગત હિતાય અર્થે યજ્ઞનું આયોજન રાખેલ છે. ૧૧:૩૦ કલાકે પરશુરામ દાદાની નીજ મંદિર ખાતે પધરામણી થશે. સાંજે ૭ વાગ્‍યે ઈશ્વરીયા મહાદેવ મંદિર માધાપર ખાતે બ્રહ્મચોરીયાસીનું અને મહાઆરતીનું આયોજન રાખેલ હોય મોટી સંખ્‍યામાં હાજરી આપવા નિમંત્રણ અપાયું છે.

બ્રહ્મદેવ સમાજ રાજકોટના વિરાગભાઈ જોષી, આનંદભાઈ પુરોહિત (લકૈશ), વાસુભાઈ ઉપાધ્‍યાય, સુનીલભાઈ પંડયા, નિヘલભાઈ જોષી, ચિંતનભાઈ દવે, વિરાજભાઈ જોષી, વિપુલભાઈ જાની અને નિરજભાઈ ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:32 pm IST)