Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બુધવારથી ગુર્જર સુતાર જ્ઞાતિની રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા જીમખાના કલબના મેદાનમાં આયોજન : ગુજરાતભરમાંથી અને મુંબઇ સહિત કુલ ૩૪ ટીમો ભાગ લેશે : વિજેતા ટીમને ટ્રોફી ૫૧ હજાર અને રનર્સઅપ ટીમને ૨૧ હજાર રોકડ ઇનામ અપાશે : લીગ મેચ ૧૨ અને સેમી. તથા ફાઇનલ મેચ ૧૫ ઓવરના રમાશે

રાજકોટ :  કોરોનાકાળ દરમિયાન દરેક વ્‍યક્‍તિ અનેક મુશ્‍કેલીઓથી પસાર થયો છે. જેમાં રમતવીરોની રમત પણ બાકાત નથી. આવી જ લોકપ્રિય રમત એટલે ક્રિકેટ. સૌરાષ્‍ટ્ર અને રાજકોટ શહેરે ભારતીય  પ્રથમ અને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં નામી અનામી ઘણા ખેલાડીઓ આપેલા છે. ત્‍યારે ક્રિકેટ પ્રેમીઓ માટે  ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. ૦૪-૦૫  થી તા. ૧૧-૦૫  દરમિયાન પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેટ ‘‘ વિશ્વકર્મા કપ ૨૦૨૨ નું ભવ્‍ય આયોજન શહેરના રાજકોટ જીમખાના ક્રિકેટ ગ્રાઉ શાષાી મેદાનમાં ધમાકેદાર રીતે કરવામાં આવ્‍યું છે. 

આ ટુર્નામેન્‍ટનું ઉદઘાટન તા. ૦૪-૦૫ને બુધવારના સાંજે ૭ કલાકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ   વજુભાઈ વાળા  રાજ્‍યસભાના સાંસદ  રામભાઇ મોકરિયા,  ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ,  મેયર  ડો.  પ્રદીપભાઇ ડવ, રાજક શહેર ભાજપ  પ્રમુખ  કમલેશભાઈ મીરાણી,  ઉદ્યોગપતિ  અમુભાઈ ભાદરીયાના હસ્‍તે થશે

આ પ્રસંગે રાજ્‍યકક્ષાના મંત્રી  અરવિંદભાઈ રૈયાણી, રાજ્‍યકક્ષાના મંત્રી  જગદીશભાઈ પંચાલ, સાંસદ  મોહનભાઈ કુંડારિયા, મનન હોસ્‍પિટલ રાજકોટના ખ્‍યાતનામ ડો. નિતિનભાઈ લાલ, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠિયા, ડે. મેયર  ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત મ્‍યુ. ફાયનાન્‍સ બોર્ડના પૂર્વા ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ મહાનગર પાલિકાના સ્‍ટે. કમિટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, બક્ષિપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, બાર કાઉન્‍સીલ ઓફ ઈયિાના સભ્‍ય દિલિપભાઈ પટેલ, રાજકોટ મહાનગર પાલિકાના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન  અતુલભાઈ પંડિત, નેતા શાષકપક્ષના  વિનુભાઈ ઘવા, ચેમ્‍બર્સ ઓફ કોમર્સ રાજકોટના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ,  અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા,  અનિરુદ્ધસિંહ જાડેજા નાના મવા, જ્‍યોતિ CNC મે. ડાયરેક્‍ટર  પરાક્રમસિંહ જાડેજા, કમળ સિમેન્‍ટ સિક્કા જામનગરના એમ.ડી અને CEO  રાજીવ નાંબિયાર, કમળ સિમેન્‍ટ રાજકોટના સેલ્‍સ એ માર્કેટિંગ જનરલ મેનેજર   સ્‍નેહલભાઈ રાવલ, રાજકોટ જીમખાના ક્‍લબના સેક્રેટરી હરિશ્વંદ્રસિંહ જાડેજા અને હાર્ડવેર ખજાનાના   શંકરભાઇ  ઉપસ્‍થિત રહેનાર છે.

 આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં રાજકોટ શહેર ઉપરાંત, અમદાવાદ જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, વડોદરા, સુરત અને મુંબઈ શહેરથી ક્રિકેટ ટીમો ભાગ લેવા માટે આવનાર છે. આ ટુર્નામેંટમાં કુલ ૩૪ ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેંટ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ રમાડવામાં આવનાર છે. આ ટુર્નામેંટ નોકઆઉટના ધોરણે રમાડાશે.

તમામ ટીમો વચ્‍ચે તા. ૦૪-૦૫  થી તા. ૦૯-૦૫ દરમિયાન લીગ મેચ અને ૧૧ ક્‍વાટર ફાઇનલ  અને તા. ૧૦-૦૫  બે સેમી ફાઇનલ અને તા.૧૧- ૦૫- ના ં ફાઇનલ મેચ રમાડવામાં આવશે.  સાથે દરેક  ટીમ માટે ભોજન અને બહારગામની ટીમો માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

 ધર્મેન્‍દ્રસિંહ જાડેજા,  રાકેશભાઈ ધ્રુવ,   ખોડુભા જાડેજા,  અતુલભાઈ કારીયા,  સુધીરભાઈ તન્ના,   રવિન્‍દ્રભાઈ આચાર્ય,  કમલેશભાઈ આર. મકવાણા, ગુણવંતસિંહ જાડેજા, હિતેશભાઈ કાંજીયા,  જશવંતભાઈ બકરાણીયા તેમજ મહિલા ખેલાડી   નંદિતાબેન કે. અઢીયા અને કિંજલબેન આર. અંબાસણાની પ્રોત્‍સાહન પૂરૂ પાડશે.

 ટુર્નામેન્‍ટમાં ભાગલેનાર ટીમને ટ્રોફી, ઉપરાંત ફાઇનલ વિજેતા ટીમને રૂ. ૫૧૦૦૦, ફાઇનલ રનર્સઅપ ટીમને રૂ. ૨૧૦૦૦, મેન ઓફ ધ સીરિઝ, બેસ્‍ટ બેટ્‍સમેન, બેસ્‍ટ બોલર અને બેસ્‍ટ ફિલ્‍ડર ખેલાડી દરેકને રૂ. ૫૦૦૦, રોકડ પુરષ્‍કાર આપવામાં આવશે.

આ ટુર્નામેન્‍ટ માટેની ગ્રાઉ કમિટી   જયંતિભાઈ તલસાણીયા, વિનયભાઈ તલસાણીયા, પ્રજેશભાઈ છનીયારા  અરવિંદભાઈ ત્રેટીયા,  ઉમેશભાઈ તલસાણીયા,   હર્ષદભાઈ બકરાણીયા, હાર્દિકભમાઈ વડગામા, મીતેશભાઇ ધ્રાંગધરિયા,  પ્રકાશભાઈ દુદકીયા,  કેતનભાઈ મહિધરિયા,  ધવલભાઈ બકરાણીયા, નીતિનભાઈ બદ્રકીયા વિગેરે સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.  આ માટેની તમામ પૂર્વ તૈયારી  ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ  રસિકભાઈ ડી. બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ  કાન્‍તીભાઈ પી. તલસાણીયા (ઉપ પ્રમુખ),   પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી),   અરવિંદભાઈ બી. ત્રેટીયા (ખજાનચી),  ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રી), તેમજ અધ્‍યક્ષ મુકેશભાઇ આર. વડગામા, ઉપાધ્‍યક્ષ જગદીશભાઈ સોંડાગર, ટ્રસ્‍ટી  દિનેશભાઇ એન. ખંભાયતા,  વિનયભાઈ એમ. તલસાણીયા,  મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્‍યો  હર્ષદભાઈ આર. બકરાણીયા,  કિશોરભાઈ એમ. અંબાસણા,  દિલીપભાઈ બી. પંચાસરા,  શાંતિલાલ ડી. સાંકડેચા,  મીતેશભાઇ એસ. ધ્રાંગધારિયા,  હરિભાઈ કે. સીનરોજા,  જનકભાઈ એન. વડગામા,  કિશોરભાઇ આર. બોરણીયા,  કેતનભાઈ એમ. મહિધરિયા,  ઘનશ્‍યામભાઈ જે. દુદકીયા અને જ્ઞાતિનાં અન્‍ય કાર્યકર્તાઓ કરી રહ્યા છે.  તસ્‍વીરમાં સર્વશ્રી મુકેશભાઇ વડગામાં અધ્‍યક્ષ, રસીકભાઇ બટુકીયા પ્રમુખ કાંભિાઇ તલસાણિયા, ઉપપ્રમુખ જેન્‍તીભાઇ તલસાણિયા, વિનયભાઇ તલસાણિયા, હર્ષદભાઇ બકરાણીયા, પ્રજેશભાઇ છનીયારા (મામા) ઉમેશભાઇ તલસાણિયા, મીતેષભાઇ ધ્રાંગધરીયા, કેતનભાઇ મહિધરિયા અને પ્રવીણ ગજ્જર નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા )

(4:49 pm IST)