Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સરગમ કલબના સભ્‍યોએ માણ્‍યું નાટક ‘‘પપ્‍પા મારા પુષ્‍પારાજ''

રાજકોટઃ સરગમ કલબનાં ઉપક્રમે સરગમ પરિવારનાં તમામ સભ્‍યો લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સિટીઝન કલબ, જેન્‍ટ્‍સ કલબ તેમજ દાતાઓ અધિકારીઓ અને આમંત્રિતો માટે મુંબઇનું પ્રખ્‍યાત નાટક મુનીઝા અભિનીત ‘‘પપ્‍પા મારા પુષ્‍પારાજ''નો કોમેડી શો યોજાયેલ. આ નાટય શો માં કલાકાર તરીકે આરઝુ લીંબચિયા-મોહસીન શેખ-હેતલ ગાલા-પ્રશાંત પડવલ-જયેશ ભટ્ટ-અભિષેક સોલંકી-દિલીપ સોમૈયા-જીતુ મહેતા અભિનયમાં ઓજસ પાથર્યા હતા. કાર્યક્રમમાં બળવંતભાઇ દેસાઇ (વોકહાર્ટ હોસ્‍પિટલ), વિનોદભાઇ બરચા, કિશોરભાઇ કોટક, વિજયભાઇ કારિયા, ધનરાજભાઇ જેઠાણી (ધનરાજ ગ્રુપ), જયોતીન્‍દ્રભાઇ મહેતા, કાશ્‍મીરાબેન નથવાણી, મનસુખભાઇ રામાણી, ડો. સિદ્વાર્થભાઇ પટેલ, મુકેશભાઇ દોશી, રમણીકભાઇ જસાણી, ચંદ્રેશભાઇ જેઠાણી, આજકાલ ગ્રુપ, શિવલાલભાઇ આદ્રોજા, મનસુખભાઇ રામાણી, રમણીકભાઇ જસાણી, રમેશભાઇ ઠાકર, દિનેશભાઇ કારિયા, જયમીનભાઇ ઠાકર, ગુણવંતભાઇ ચુડાસમા, નીતેનભાઇ ખૂટ, રામભાઇ બરછા, રશ્‍મિભાઇ પટેલ, રમેશભાઇ અકબરી વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ગીતાબેન હિરાણી, ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રભાઇ શેઠ, ધીરૂભાઇ હિરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્‍વર તેમજ કમિટી મેમ્‍બર એ જહેમત ઉઠાવી હતી. 

(4:52 pm IST)