Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

છેલ્લા ૭ દિ'માં ઝાડા - ઉલ્‍ટી - શરદી - ઉધરસના ૪૩૩ કેસ

આ સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચીકનગુનીયા, ટાઇફોડ, કમળાના તંત્રના ચોપડે શૂન્‍ય કેસ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૬૦ને નોટીસ

રાજકોટ તા. ૨: શહેરમાં પાણીજન્‍ય રોગચાળાના દર્દીઓની સંખ્‍યા દિવસેને દિવસે વધતી જાય છે. છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૬૦ વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા નથી.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા.૨૫ એપ્રિલ થી તા.૧ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના

એકેય  કેસ નહિ

ડેન્‍ગ્‍યુ- ચિકનગુનિયા - મેલેરિયાના એકપણ કેસ નોંધાયા નથી.

શરદી-તાવનાં ૪૩૩થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૧૦ તેમજ સામાન્‍ય તાવના  ૮૪ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૧૩૯ સહિત કુલ ૪૩૩ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૬૦ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૧૫૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૯૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૬૦ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(4:58 pm IST)