Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આગામી ૩-૪ દિવસ ગરમીમાં આંશિક રાહત રહેશે : બફારો વધશે : આંદામાનના દરિયામાં વરસાદ પડશે

રાજકોટમાં ગરમીમાં ઘટાડો : ૩૯.૮ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે

રાજકોટ : છેલ્લા ઘણા દિવસથી આકરા તાપ સાથે ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે થોડા રાહતના સમાચાર છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી આગામી ૩-૪ દિવસ ગરમીમાં આંશિક રાહત જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી જે મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યુ હતું તેના કરતા ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ગરમીનો પારો ૪૦ ડિગ્રી આસપાસ જ ઘૂમતો રહેશે. પમિના પવન ફૂંકાશે. પવનનું જોર પણ રહેશે તો બફારો પણ વધશે. દરમિયાન તા.૪ મે ના બુધવારે દક્ષિણ આંદામાનના દરિયામાં એક સાયકલોનીક સરકયુલેશન બનનાર છે. જે તા.૬ના લો પ્રેશરમાં પરિવર્તિત થશે. આ સિસ્‍ટમ્‍સની સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં તો કોઈ અસર થશે નહિં પરંતુ દક્ષિણના રાજયો તેમજ આંદામાનના ટાપુ ઉપર વરસાદ પડશે.

(4:59 pm IST)