Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હેરોઇન અને એમડી ડ્રગ્‍સનું પગેરૂ રાજસ્‍થાનના તરફઃ માદક પદાર્થ છુપાવેલા ચપ્‍પલ તૈયાર કરીને જ વેંચનારે આપ્‍યા'તા

ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીઃ એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા અને હાર્દિકસિંહ પરમારની બાતમીઃ ડીસીબીની ટીમ રાજસ્‍થાન તરફ તપાસાર્થે રવાના

રાજકોટ તા. ૨: શહેર એસઓજીની ટીમે રામનાથપરા શેરી નં. ૮માં જાની અનાજ ભંડાર પાસે રહેતાં વસીમ અસફરભાઇ મુલતાની (પીંજારા) (ઉ.વ.૩૧)ને તેના ઘર નજીક વિજ થાંભલા પાસેથી પગમાં પહેરવાના સ્‍લીપરમાં છુપાવેલા રૂા. ૫.૪૯ લાખના માદક પદાર્થ હેરોઇન અને મેફેડ્રોન -એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લીધો હતો. અગાઉ પણ ડ્રગ્‍સ સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આ શખ્‍સને વિશેષ તપાસ માટે ડીસીબીને સોંપવામાં આવ્‍યો છે. તપાસનું પગેરૂ રાજસ્‍થાન તરફ નીકળ્‍યું છે. વસીમે પોતે રાજસ્‍થાનના પ્રતાપગઢ તરફથી આ ડ્રગ્‍સ લાવ્‍યાનું રટણ કરતાં ડીસીબીની ટીમ તપાસાર્થે રાજસ્‍થાન તરફ જવા રવાના થઇ છે. વસીમે જણાવ્‍યું હતું કે ડ્રગ્‍સ છુપાવેલા સ્‍લીપર ડ્રગ્‍સ વેંચનાર તૈયાર કરીને જ આપતાં હોય છે. પોતે અગાઉ પકડાયો ત્‍યારે પણ સ્‍લીપરમાં ડ્રગ્‍સ છુપાવીને લાવ્‍યો હતો.

એસઓજીની ટીમે માદક પદાર્થના કેસો શોધવા તપાસમાં હતી ત્‍યારે પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા તથા હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી પરથી વસીમ મુલતાનીને રૂા. ૧૬૬૫૦ના હેરોઇન તથા રૂા. ૩,૮૬,૭૦૦ તથા રૂા. ૧,૪૦,૯૦૦ના મેફેડ્રોન ડ્રગ્‍સ-એમડી સાથે પકડી લેવાયો હતો. આ માકદ પદાર્થ તેણે પહેરેલા પગના બંને સ્‍લીપર અંદરથી મળ્‍યો હતો. પોલીસે બાતમી પરથી અટકાવી તલાસી લેતાં કંઇ મળ્‍યું નહોતું. પણ બાતમી પાક્કી હોઇ પોલીસે તેના સ્‍લીપર તપાસતાં તે ઉપસેલા ને સોલને કાપીને ફરી ચોંટાડાયા હોય તેવા દેખાતાં તપાસ કરતાં અંદરથી માદક પદાર્થ મળતાં એફએસએલ અધિકારી વાય. એચ. દવેએ પ્રાથમિક પરિક્ષણ કરી આ પદાર્થ ડ્રગ્‍સ જ હોવાનો અભિપ્રાય આપ્‍યો હતો.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, રવિભાઇ વાંક, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, અજયભાઇ ચોૈહાણ, ઇન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. હાર્દિકસ્‍ંિહ પરમાર, રણછોડભાઇ આલ, કૃષ્‍ણસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

આગળની તપાસ ડીસીબી પીઆઇ જે. વી. ધોળા અને ટીમના પીએસઆઇ એમ. જે. હુણએ હાથ ધરી છે. વસીમ અગાઉ ડ્રગ્‍સ, દારૂ, ચોરી, જાહેરનામા ભંગના પાંચ ગુનાઓમાં પકડાયો હતો. તે પોતે પણ માદક પદાર્થ પીવાનો બંધાણી છે. આ ડ્રગ્‍સ પોતે શાળા કોલેજો આસપાસ વેંચતો હતો કે પછી બીજા બંધાણીઓને? તેની તપાસ થશે. તેમ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું. વસીમે પ્રાથમિક પુછતાછમાં રાજસ્‍થાનના પ્રતાપગઢ તરફથી આ માદક દ્રવ્‍ય લાવ્‍યાનું રટણ કર્યુ છે. તેમજ સ્‍લીપરમાં દ્રવ્‍ય છુપાવીને વેંચનારા તૈયાર રાખે છે. પોતે ત્‍યાં જાય ત્‍યારે પોતે પહેરેલા ચપ્‍પલ ફેંકી દઇ માદક પદાર્થ સાથેના સ્‍લીપર પહેરીને આવતો રહે છે.  પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

૫.૪૯ લાખના માદક પદાર્થ સાથે ઝડપાયેલો રામનાથપરાનો વસીમ મુલતાની અગાઉ પણ ડ્રગ્‍સ, ચોરી સહિત પાંચ ગુનામાં સંડોવાયો'તો

અગાઉ નવેક વખત પીવા માટે લાવ્‍યાનું રટણ

ઞ્જવસીમે પ્રાથમિક પુછતાછમાં એવું પણ રટણ કર્યુ હતું કે અગાઉ પણ પોતે માદક પદાર્થ પોતાના પીવા માટે નવેક વખત રાજસ્‍થાનથી લાવ્‍યો હતો. તેના આ રટણમાં કેટલુ તથ્‍ય છે? એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્‍ડ મેળવી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(5:00 pm IST)