Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હાપા-માડગાંવ અને જામનગર - બાંદ્રામાં વધારાના કોચ જોડાશે :

મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

રાજકોટ :  મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ એ જણાવ્યા મુજબ  આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 22908/22907 હાપા-માડગાંવ એક્સપ્રેસ માં હાપા થી 04.05.2022 થી 25.05.2022 સુધી (18.05.2022 સિવાય) અને માડગાંવ થી 06.05.2022 થી 27.05.2022 સુધી (20.05.2022 સિવાય) એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

2. ટ્રેન નંબર 22924/22923 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસમાં જામનગર થી તાત્કાલિક પ્રભાવ થી 13.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી તાત્કાલિક પ્રભાવ થી 12.05.2022 સુધી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે.તેમઅભિનવ જેફ,

સિનિયર ડીસીએમ,પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિજનની યાદીમાં જણાવાયું છે .

(7:04 pm IST)