Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ભગવતીપરા વિસ્તારમાંથી ગાંજા સાથે પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ર :  રાજકોટ બી-ડીવી. પોલીસ સ્ટેશનના નારકોટીકસ ડ્રગ પદાર્થે અધનિયમની કલમો મુજબની ફરીયાદ ૦૪-૦૪-ર૧ ના રોજ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીઓની ધરપકડ થતા આરોપીએ રાજકોટની કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ફરીયાદમાં જણાવ્યા મુજબની ટુકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી તા. ૦૩-૦૪-ર૦ર૧ ના રોજ રાત્રે ૯ વાગ્યાના અરસામાં ફરીયાદી તેમજ તેમની સાથેનો સ્ટાફ બોલેરો ગાડીમાં કોરોના વાયરસની મહામરી અન્વયે કફર્યુ બંદોબસ્ત ચાલુ હોય તે બાબતે પેટ્રોલીંગમાં તા તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતા ભગવતીપરા, શેરી નં. પ, શાળા નંબર ૪૩ પાસે તા. ૦૪-૦૪-ર૦ર૧ ના રાત્રે ૧ર-૩૦ વાગ્યે પહોંચતા એક મોટર સાયકલમાં બે ઇસમો આજી નદી બાજુથી ફરીયાદીની બોલેરો કાર સામે આવતા હોય જેથી ફરીયાદીએ તેને કફર્યુ દરમ્યાન ચેક કરવા માટે મોટર સાયકલ ઉભુ રાખવા ચાલુ ગાડીએ હાથ આડો કરતા સદરહું મોટર સાયકલનો ચાલક તથા તેની પાછળ બેસેલ ઇસમ સદરહું મોટર સાયકલ ચાલુ હાલતમાં ઉભુ રાખી ત્યા રેઢુ મુકી તેની પાસે રહેલ પ્લાસ્ટીકની કોથળી ત્યાં મોટર સાયકલ પાસે ઘા કરીને નદી તરફ શેરીમાં ભાગતા પોલીસ સ્ટાફ ગાડીમાંથી ઉતરી આ ઇસમો પાછળ તેમને પકડવા દોડેલ પણ બંને ઇસમો રાત્રીનો સમય હોય અંધારાનો લાભ લઇને નાસી ગયેલ અને ત્યારબાદ ફરીયાદમાં જણાવ્યા મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આ પ્લાસ્ટીકની થેલીમાંથી ૯૮૦ ગ્રામ ગાંજો મળી આવેલ હતો અને જેની કિંમત રૂ. ૯૮૦૦ ગણી કબજે કરવામાં આવેલ હતો.

આ અંગે તપાસ દરમીયાન એઝાઝ રમજાનભાઇ સીરમાન તેમજ અફશ ઉર્ફે ભુરો અલ્લારખાભાઇ શાહમદારનું નામ ખુલવા પામેલ હતું. જેથી આ બંને આરોપીઓની અટક કરી રાજકોટની કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ સમય પૂર્ણ થયા બાદ બંને આરોપીએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા માટે રાજકોટ કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ શ્રી સાહિસ્તાબેન એસ. ખોખર તેમજ રણજીત એમ. પટગીર રોકાયેલ હતા.

(3:33 pm IST)