Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મેલેરીયા મુકત રાજકોટ' અભિયાનનો મ.ન.પા. દ્વારા પ્રારંભ

મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શનઃ વિવિધ વિસ્તારમાં યોજાયો જનજાગૃતી કાર્યક્રમ

રાજકોટઃ મહાનગર પાલીકા દ્વારા જુન માસ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરીયા મુકત ગુજરાત ર૦રર અભિયાન અને જુન માસ મેલેરીયા વિરોધી માસ અંતર્ગત રાજકોટને મેલેરીયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતી અને મેલેરીયા તથા ડેન્ગ્યુ-ચીકનગુનીયા રોગ અટકાયત અંગે જાગૃતી આવે તે માટે વિવિધ વિસ્તારમાં જુદા જુદા કઆરોગ્ય શિક્ષણના કાર્યક્રમ તથા વાહક નિયંત્રણ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવેલ છે. મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીનું જીવંત નિદર્શન રાખવામાં આવેલ તથા તેમાં બેનર, પોસ્ટર, પત્રિકાના માધ્યમથી લોકોને મેલેરીયા તથા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે વિગતવાર સમજ આપવામાં આવેલ. આ કાર્યક્રમનો ર૮૯૬ લોકો દ્વારા લાભ લેવામાં આવેલ તથા ૩૦૪ લોકોને પોરાભક્ષક માછલી વિતરણ કરવામાં આવેલ. આ કામગીરી મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત  અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અધિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરીયા ઇન્સ્પેકટર, સુપીરીયર ફિલ્ડ વર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા કરવામાં આવેલ હતી. પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ., જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉપયોગમાં લઇએ. અગાસી-ફળીયામાં રહેલ ભંગાર દૂર કરીએ., ફ્રીજની ટ્રે, પક્ષીકુંજ અને પશુને પીવાની કુંડી નિયમિત સાફ કરીએ., ખુલ્લા રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ. મચ્છરના કરડવાથી બચવા માટે મચ્છરદાની, મોસ્કયુટો રીપેલન્ટ, મચ્છર અગરબતીનો ઉપયોગ કરીએ.

(4:29 pm IST)