Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એડવોકેટ મુકેશભાઇ ઠક્કર ઉપરના હુમલા અને એડવોકેટ વિજય ભટ્ટની કારમાં થયેલ ચોરી અંગે બાર એસો.ની પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટઃ તાજેતરમાં એડવોકેટ મુકેશભાઇ ઠક્કર ઉપર થયેલ હુમલાની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓ સામે કડક પગલા ભરવા તેમજ એડવોકેટ વિજય ભટ્ટની કારમાંથી ૧૨.૬૦ લાખની થયેલ ચોરીના બનાવમાં આરોપીઓને તાકીદે ઝડપી લેવાની માંગણી સાથે બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલની આગેવાની હેઠળ બાર એસોસીએશનના હોદેદારો અને મોટી સંખ્‍યામાં વકીલોએ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને મળી રજુઆત કરી હતી. આ રજુઆતમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દિલીપભાઇ પટેલ, સીનીયર એડવોકેટ અતુલભાઇ પોપટ, શૈલેષભાઇ સુચક, શ્‍યામલ સોનપાલ, બાર એસોસીએશનના સેક્રેટરી પી.સી.વ્‍યાસ, બાર એસો.ના ઉપપ્રમુખ સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા, ખજાનચી જીતેન્‍દ્ર પારેખ, કારોબારી સભ્‍ય નૈમીષ પટેલ, નૃપેન ભાવસાર, કેતન મંડ તેમજ હિતેષ દવે, (સભ્‍ય પ્રદેશ કારોબારી) એડવોકેટ ધીમંત જોશી, એડવોકેટ રાજેન્‍દ્રસિંહ એચ.ઝાલા, વિજય ભટ્ટ, રાજેન્‍દ્રસિંહ ગોહીલ, કુલદીપસિંહ જાડેજા, રીપેન ગોકાણી, પિયુષ સખીયા સહીત મોટી સંખ્‍યામાં વકીલો જોડાયા હતા. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે એડવોકેટ ઉપરના હુમલાની ઘટના તથા ચોરીના બનાવ અંગે યોગ્‍ય તપાસ કરવાની ખાત્રી આપી હતી. તસ્‍વીરમાં બાર એસોસીએશનના હોદેદારો અને વકીલો પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રજુઆત કરતા નજરે પડે છે.

 

(3:23 pm IST)