Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ગોંડલ ગચ્‍છના પૂ. શ્રી રાજગુરુભગવંતની નિશ્રામાં નગીનદાસ જગજીવનભાઇ સંઘવીનો સંથારાનો ચોથો દિવસ

રાજકોટ તા. રઃ ગોંડલ ગચ્‍છના ‘જશ' પરિવારના સ્‍વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન આગમ અર્ક દર્શક, ચારિત્ર નિષ્‍ઠ, પરમપૂજય ગુરૂભગવંત શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં આદર્શ શ્રાવક રત્‍ન નગીનદાસ જગજીવનભાઇ સંઘવી (ઉ.વ. ૮૪) આંણદપુર વાાળ હાલ રાજકોટ, જગજીવન હકીમચંદ એન્‍ડ કાું. દાણાપીઠના માલીકની સંથારાની ભાવના શ્રી શીતલનાથ સંઘ, મીલપરામાં પૂર્ણ થવા જઇ રહી છે.

સંથારા સાધક નગીનભાઇને દરરોજ એક-એક દિવસનો સંથારો ઉમેરવામાં આવી રહેલ છે. આજે તા. ર ને શનિવારના રોજ સંથારાનો ચોથો દિવસ અને ચોથો ઉપવાસ રહેલ અને આવતીકાલ એટલે કે તા. ૩ જુલાઇએ સવાર સુધીના સંથારાના પચ્‍ચકખાણ પૂ. રાજગસભગંવતે અનંતી કૃપા કરી કરાવેલ છે.

નગીનભાઇ સંઘવી ૩પ થી પણ વધારે વર્ષથી પૂ. રાજગુરૂભગવંતનો વિશેષ લાભ લઇ રહેલ છે. નગીનભાઇ જીવન દરમયાન અનેક તપર્યાઓ કરેલ છે. આંણદપુર ઉપાશ્રય ત્‍થા પાંજરાપોળ આદિમાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ રાજકોટ ઝાલાવાડ જૈન સમાજના પ્રમુખપદને પણ ઘણા સમય સુધી સેવા આપેલ છે.

અનશન આરાધક નગીનભાઇના અનુપમ દર્શન ત્‍થા અનુમોદનાનો લાભ દરરોજ સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી સાંજે ૬-૩૦ દરમ્‍યાન શ્રી શીતલનાથ ઉપાશ્રય ૭-અ મીલપરા, પીએચપીએલ હાઉસવાળી શેરીના આંગણે થાય છે.

બહારગામથી પધારતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્‍યવસ્‍થા શ્રી ઋષભદેવ સંઘમાં રાખેલ છે. સંપર્કઃ રાજુભાઇ બાવીશી (મો. ૯૮રપ૦ ૭૭૧૬૧), રાજુભાઇ મહેતા (મો. ૯૮રપ૦ ૭પ૦૮૧) તથા ચેતનભાઇ દેસાઇ (મો. ૯૪ર૭૭ ર૬૮ર૮)

(4:55 pm IST)