Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

મનપાની ફૂડ શાખા દ્વારા લેવાયેલા

વી-લાઇટ બ્રાન્‍ડનું ખાદ્યતેલ - રૂટસ બેરીના પીણાના નમૂના નાપાસ : બંને વેપારીઓને ૮૦ હજારનો દંડ

સોનિયા ટ્રેડર્સમાંથી વી-લાઇટ રીફાઇન્‍ડ સનફલાવર ઓઇલ (૧૫ કિલોનો ડબ્‍બો)નો ૫૭૨૩ કિલો ૯.૮૩ લાખનો જથ્‍થો તથા પ્‍યોર ફુડસમાંથી રૂટસ બેરી બ્રાન્‍ડના હર્બલ જ્‍યુસ, ન્‍યુટ્રીશ્‍યન ડ્રીંકસના ૧૨૫૦ બોટલ રૂા. ૭.૪૮ લાખ અને ૬૧ પેકેટ રૂા. ૩૩ હજારનો જથ્‍થો સીઝ : કુવાડવા રોડ વિસ્‍તારમાં ૧૮ વેપારીઓને ત્‍યાં ચેકીંગ

રાજકોટ તા. ૨ : મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે નાયબ કમિશનર આશીષકુમારના અધ્‍યક્ષ સ્‍થાને ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠઅન્‍વયે ડીસ્‍ટ્રીક્‍ટ લેવલ એડવાઇઝરી કમિટીᅠ(DLAC)ᅠઓન સેફ ફૂડ એન્‍ડ હેલ્‍ધી ડાયટ્‍સ અંતર્ગત મીટિંગ યોજવામાં આવેલ.ᅠજેમાં ફૂડ વિભાગ,ᅠજિલ્લા પુરવઠા વિભાગ,ᅠજિલ્લા ખેતીવાડી વિભાગ,ᅠજિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર,ᅠરિજીઓનલ ફૂડ લેબોરેટરી વિભાગ,ᅠન્‍યુટ્રિશન સેન્‍ટરના અધિકારી તથા ગ્રાહક સેવા અને વેપારી મંડળના પ્રતિનિધિઓએ હાજરી આપેલ તથા ફૂડ વિભાગની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.
ᅠફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં જી-૬,ᅠRTOᅠપાસે,ᅠરાજકોટ મુકામે આવેલᅠ‘સોનિયા ટ્રેડર્સ'ᅠનામની પેઢી માંથીᅠવી-લાઇટ રીફાઇન્‍ડ સનફલાવર તેલ (૧૫ કિલો ટીન)નો નમૂનો લેવામાં આવેલ અને ᅠત્‍યારબાદ પૃથ્‍થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડᅠજાહેર થયેલ. જે પેક્‍ડ ટીનનો બાકી ૫૯૨૩ કિ.ગ્રા. (કિંમત રૂ. ૯,૮૩,૨૧૮) જથ્‍થો સ્‍થળ પર સીઝ કરવામાં આવેલ. જે અંગેનો કેસ ચાલી જતા નામદાર એજયુડિકેટિંગ ઓફિસર નિવાસી અધિક કલેક્‍ટર ારા રૂ. ૫૦,૦૦૦ᅠનો દંડનો હુકમ કરવામાં આવેલ તેમજ તેᅠ અનુસંધાનેᅠFSSAIની એડવાયઝરી મુજબ સદરહુ સીઝ કરેલ સબસ્‍ટાન્‍ડર્ડ ખાદ્ય પદાર્થનુંᅠજાહેર જનતામાં વેચાણ ન થાય તે માટે ઔધ્‍યોગિક હેતુથી સરકાર માન્‍યᅠRUCOᅠ(રિપર્પઝ યુઝ્‍ડ કૂકિંગ ઓઇલ) એજન્‍સીને સોંપવાનો હુકમ કરવામાં આવેલ. જે હુકમ અંગે જિલ્લા પુરવઠા શાખા દ્વારા નિયુક્‍ત અધિકારી તથાᅠRUCOᅠએજન્‍સીના પ્રતિનિધિ હાજર રહેલ અને સીઝ કરેલ સબસ્‍ટાન્‍ડર્ડᅠખાદ્ય પદાર્થનોᅠ૫૯૨૩ કિ.ગ્રા. જથ્‍થો (કિંમત રૂ. ૯,૮૩,૨૧૮) જથ્‍થો RUCO એજન્‍સીને સોંપવામાંᅠઆવેલ.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા મારુતિ ઈન્‍ડ્‍યુ. એરિયા ચારભુજા ફૂડ શેરી, ગોંડલ રોડ, જકાતનાકા પાસે, મુકામે આવેલ ‘પ્‍યોર ફૂડ્‍સ' નામની પ્રજાતિમાંથી ‘રૂટ્‍સ બેરી' ઇમ્‍યુસ્‍ટર હર્બલ જયુસ (૧૫ મિલી બોટલ) નો નમૂનો સ્‍થિત જે પથ્‍થકરણ રિપોર્ટમાં નમૂનો સબન્‍ડા જાહેર થયેલ છે. તેમજ તે પાણીમાંથી ‘રૂટ્‍સ બેરી' ફેમી રૂટ્‍સ આરોગ્‍ય અને પોષણ ડ્રિંક (૩૦૦ ગ્રામ પેક)નો નમૂનો પૃથ્‍થકરણ રિપોર્ટમાં મિસબ્રાંડેડ ફૂડ જાહેર થયેલ છે. નમૂનો બેરી બાદ ‘રૂટ્‍સ' ઇમ્‍યુસ્‍ટર હર્બલ જયુસ (૧૫ મિલી બોટલ) નો ૧૨૫૦ નંગ (કિમત રૂ. ૭,૪૮,૭૫૦)કોલો ‘રૂટ્‍સ બેરી' ફેમી રૂટ્‍સ આરોગ્‍ય અને પોષણ પીણું (૩૦૦ ગ્રામ પેક)નો ૬૧ નંગ (કિંમત રૂ. ૩૩,૫૫૦) જથ્‍થો સ્‍થળ પર સીઝ કરવામાં આવે છે. જે અંગેનો કેસ ચાલી રહ્યો છે તેના નામદાર એજયુડિકેટિંગ- ઓફિસર નિવાસી અધિક કલેક્‍ટર ઓફિસ દ્વારા બંને કેસમાં અનુક્રમે રૂ. ૧૫,૦૦૦ અને રૂ. ૧૫,૦૦૦ (કુલ રૂ. ૩૦,૦૦૦) નો દાખલો જાહેર કરવામાં આવે છે તેમજ તેને અનુસંધાને FSSAI ની એડવાઈઝરી મુજબ સીઝ કરેલ જથ્‍થાનું જાહેરમાં વેચાણ ન થાય તે હેતુથી ડિસ્‍પોઝ કરવાનો આદેશ આપવામાં આવે છે. જે જાતને નુકસાન કરી સીઝ કરેલ ૧૨૫૦ નંગ કિંમત (કિંમત રૂ.૭,૪૮,૭૫૦) તથા  ૬૧ નંગ પેકેટ કિંમત રૂ.૩,૫૫૦) નો જથ્‍થો ડિસ્‍પોઝ કરવામાં આવ્‍યો હતો.

 

(3:24 pm IST)