Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શ્રી પંચનાથ હોસ્‍પિટલમાં પ્રસુતિ- ગાયનેક વિભાગનો પ્રારંભ

ગાયનેક સર્જન ડો.ધ્‍વનિ મહેતા ફૂલટાઈમ સેવા આપશેઃ દૂરબીન મારફત વાઢ-કાપ વિના ગર્ભાશયની કોથળીનું ઓપરેશનઃ ગર્ભવતી મહિલા માટે નિયમીત ચેકઅપ, ડિલીવરી સહિતની અદ્યતન સુવિધા : ગર્ભવતી મહિલાના ગર્ભમાં રહેલ બાળકના અતિ આધુનિક સીટીસી મશીન દ્વારા હાર્ટબીટસ માપવામાં આવે છેઃ રાઉન્‍ડ ધ કલોક તબીબ અને નર્સિંગ સ્‍ટાફની સેવાઃ દેવાંગભાઈ માંકડ અને તેની ટીમ દ્વારા સેવાકાર્યમાં વધુ એક પીછુ ઉમેરાયું

રાજકોટઃ શહેરના મધ્‍યમાં આવેલ અને રાહત દરે નિદાન અને સારવાર આપવા માટે નામના પ્રાપ્‍ત કરી ચૂકેલી શ્રી પંચનાથ હોસ્‍પિટલને રાજકોટ શહેર અને આજુબાજુના ઘણા વિસ્‍તારોમાંથી ગાયનેકવિભાગ શરૂ કરવા માટે અનેક લોકોએ રૂબરૂ, પત્ર, ફોન ,એસએમએસ/એમએમએસ, વોટ્‍સએપ કે ઇ-મેઇલના માધ્‍યમ થકી અનેક રજૂઆતો મળી હતી આ તમામની લાગણી અને માંગણીને વાચા આપીને સૌરાષ્ટ્ર અને કચ્‍છની જનતાની સેવા કાજે દેવાધિદેવ મહાદેવના આર્શિવાદ તેમજ અનેક લોકોએ પાઠવેલી શુભેચ્‍છાઓ સાથે ફુલટાઈમ ગાયનેક વિભાગનો પ્રારંભ કરવામાં આવ્‍યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
હોસ્‍પિટલના પાંચમા માળે સર્જરી માટે ૪૫૦ થી વધારે સ્‍ક્‍વેર ફૂટ જગ્‍યામાં ત્રણ અત્‍યાધુનિક સુવિધાઓ ધરાવતા બેક્‍ટેરિયા રહીત મોડ્‍યુલરઓપરેશન થિયેટરો એ.એચ.યુ. સુવિધા ધરાવતા હોવાથી હેપાફિલ્‍ટર દ્વારા વાયરસ મુક્‍ત રહે છે. ઓપરેશન થિયેટરની દિવાલો સિલ્‍વર આઇએનસીસી કોટેડ હોવાથી કોઈ પણ પ્રકારના વાયરસ ઉત્‍પન્‍ન થતા નથી તેવો કંપનીનો મજબૂત દાવો છે . ઓપરેશનના ટેબલો ૩૪૦ કિલોગ્રામ સુધી દર્દીઓનુ વજન ગહન કરવાની ક્ષમતા ધરાવે છે તદ્‌પરાંત તમામ બેડ જાપાનની પ્રખ્‍યાત પેરેમાઉન્‍ટ કંપનીના વસાવેલા છે તેની વિશેષતા એછે કે આ બેડ ૩૫૦ મીમીની ત્રિજયામા ઉપર નીચે થઇ શકતું હોવાથી દર્દીઓને બેડ પર આસાની થી સુવડાવીશકાય છે અને આસાનીથી બેડપર થી નીચે ઉતારી શકાય છે.
ડો.ધ્‍વનિમહેતા (એમબીબીએસ, એમએસ, ઓબીજીવાય)ની ફુલટાઈમ ગાયનેક સર્જન તરીકેની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ એમબીબીએસની ડીગ્રી શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મેડિકલ કોલેજ મણીનગર અમદાવાદ ખાતે થી ડીસેમ્‍બર ૨૦૧૬મા પ્રાપ્ત કરેલ છે તેમજ ઓબીજીવાયની માસ્‍ટર ડીગ્રી કેએસકે વી કરછ યુનિવર્સિટી માંથી પ્રથમ રેન્‍ક સાથે જુન ૨૦૨૦મા પ્રાપ્ત કરી ચૂક્‍યા છે સાથોસાથ ભુજની જીકે જનરલ હોસ્‍પિટલમાં તેમણે ગાયનેક તબીબી જગતમાં અતિસંવેદનશીલ કહી શકાય તેવા કેસો બચાવવામાં સફળ રહ્યા છે. ૩૫ વર્ષીય દર્દીની  વ્‍યંધત્‍વ્‍વ ની સારવાર પણ સફળતાપૂર્વક કરેલી છે. જે દર્દીને હાલમાં ૩મહિનાનો ગર્ભ રહેલો છે. જે દર્દીને બીજી બે હોસ્‍પિટલમાથી સારવાર માટેનીના પાડી હતી. દર્દી આશાબેન ઉમર વર્ષ ૨૩ જેમના લોહીના ટકા ૫થી ૧૦ હતા તેમની પણ નોર્મલ પ્રસૂતિ સફળતા પૂર્વક કરેલી છે. દૂરબીનથી ગર્ભાશયની કોથળીના ૧૦ ઓપરેશન પણ સફળતા પૂર્વક કરેલા છે. પ્રસવ પીડીત ૩૦ વર્ષની મહિલાનો સફળ શષાક્રિયા સાથે જીવ બચાવ્‍યો ૧૫ વર્ષની યુવતીના પેટ માંથી પોણા ચાર કિલો ની ગાંઠ દુર કરી  તથા ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવેલી પ્રસુતાને હાર્ટએટેક આવતા તેમને બચાવવામાં સફળ રહ્યા સાથોસાથ ૮ દિવસ બાદ માતા અને બાળકનો સંગમ થતાં પ્રસુતા પરિવાર અને હોસ્‍પિટલ પરિવાર માં હરખની હેલી વરસી જેનો શ્રેય મેળવવા માટે ડો ધ્‍વનિ મહેતા અને તેમની ટીમ સફળ રહી છે.
 તદુપરાંત પોતાની કારકિર્દી દરમ્‍યાન અલગઅલગ આઠ જગ્‍યાએ ગાયનેકની લગતી કોન્‍ફરન્‍સમાં ભાગ લીધેલ છે તેમાં ઓક્‍ટોબર ૨૦૧૮મા જામનગર ખાતે યોજવામાં આવેલ રાજય કક્ષાના સેમીનારમાં રજૂ કરેલા સંશોધન પત્રમાં ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યો હતો.
સૌ પ્રથમ તો માતાને હોસ્‍પિટલમાં દાખલ કર્યા પછી ગર્ભમાં રહેલ બાળકના અતિઆધુનિક સીટીસી મશીન દ્વારા હાર્ટ બીટ્‍સ સમયાંતરે માપવામાં આવે છે સાથોસાથ રાઉન્‍ડધ કલોક તબીબ અને નર્સિંગ સ્‍ટાફ દ્વારા માતાની તબિયત પણ સ્‍વસ્‍થ રહે તે માટે સજાગ રહે છે બાળક ના જન્‍મ થયા પછી ઝડપ થી બાળરોગ નિષ્‍ણાત તબીબ વીઝીટ લે છે અને તેમના દ્વારા તાજા જન્‍મેલા બાળકની તાત્‍કાલિક અસરથી જ શારીરિક ચકાસણી શરૂ કરવામાં આવે છે સામાન્‍ય રીતે જયારે બાળકનો જન્‍મ થાય ત્‍યારે મોટા ભાગના નવજાત શિશુને કમળાની અસર જોવા મળે છે આવા સંજોગોમાં બાળક ને લેબર રૂમમાં તબદીલ કરવામાં આવેછે જયાં અસરકારક રીતે વોર્મર પધ્‍ધતિ અથવા તો ફોટોથેરાપી મશીન દ્વારા કમળાની સારવાર કરવામાં આવેછે. હોસ્‍પિટલ તંત્ર દ્વારા  નોર્મલ  ડિલિવરી તથા સીઝેરીયન ઓપરેશન રાહત દરે કરી આપવામાં આવે છે. દાખલ દર્દી ને સંસ્‍થા દ્વારા ભોજન વિના મૂલ્‍યે આપવામાં આવે છે.
શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રીદેવાંગભાઈમાંકડ, માનદમંત્રીશ્રીમયુરભાઈશાહ, કોષાધ્‍યક્ષશ્રી ડીવી મહેતા, ટ્રસ્‍ટી શ્રીઓ ડો. રવિરાજ ગુજરાતી, અનીલભાઈદેસાઈ, વસંતભાઈજસાણી, મહેન્‍દ્રસિંહગોહેલ, નીરજભાઈપાઠક, જૈમિનભાઈજોષી, સંદીપભાઈડોડીયા, નિતીનભાઇમણીયાર, નારણભાઈ લાલકીયા તથા મિતેષભાઇ વ્‍યાસ જેવા સેવાના ભેખધારીઓ હોસ્‍પિટલમાં વધુને વધુ વિભાગો કાર્યરત થાય તેવી આગેવાનોની લાગણી છે.
વધુમાહિતીપ્રાપ્તકરવામાટેપંકજચગ (૯૮૭૯૫૭૦૮૭૮) અથવા તો શ્રીમતિધ્રુતિબેન ધડુકનો હોસ્‍પિટલ પર ત્રીજા માળે અન્‍યથા લેન્‍ડલાઇન નંબર૦૨૮૧-૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્‍પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે.

 

(3:25 pm IST)