Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કાલે શહેરમાં બે સ્‍થળોએ રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે આયોજનઃ રકતદાતાઓને અપીલ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિ કરતી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ તથા થેલેસેમીયા પીડીત દર્દીઓના લાભાર્થે તા.૩ રવિવારે રોટરી ગ્રેટર ભવન, રાષ્‍ટ્રીય શાળા કમ્‍પાઉન્‍ડ-૨, વિદ્યાનગર મેઈન રોડ ખાતે સવારે ૯થી બપોરે ૨ સુધી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
તદ્‌પરાંત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના રંગોલી પાર્ક ખાતે પણ ઉપરોકત સમયે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાએલ છે.
આ પ્રોજેકટની સફળતા માટે કલબ પ્રેસિડેન્‍ટ કુનાલ મહેતા અને કલબ સેક્રેટરી અપૂર્વ મોદી જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્‍વીરમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નિલેશ ભોજાણી, જયદેવ શાહ અને આશિષ જોશી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:58 pm IST)