Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાંજે સ્વામિનારાયણ મંદિરમાં વિજયભાઇનું વિશીષ્ટ સન્માન

૬૫ ફૂટનો હાર, ૬૫ કિલોની કેક : સંતો આશીર્વાદ વરસાવશેઃ રાધારમણ સ્વામીનું માર્ગદર્શનઃ ચેતન રામાણી યજમાન

રાજકોટ,તા. ૨ : શ્રી ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી રાધારમણ સ્વામી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઇ રામાણી જણાવે છે કે આજે તા. ૨/૮ના રોજ મુખ્યપ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણીના ૬૫માં જન્મદિન નિમિતે રાજકોટ ખાતે ભુપેન્દ્ર -રોડ સ્વામીનારાયણ મુખ્ય મંદિરને આંગણે વિવિધરૂપ આયોજનોની હારમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વડતાલ -ગઢડા-જૂનાગઢ પ્રદેશ દ્વારા તેમજ યજમાન શ્રી ચેતનભાઇ રામાણીના સથવારે થવા જઇ રહું છે. ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં મંદિરની તડામાર તૈયાઅી દેખાઇ રહી છે. જેમાં શહેરના રાજમાર્ગો પર હોરડીંગ્સ, મુખ્યમાર્ગો પર બેનર, હરિમંદિરોની નજીક તોરણ, ફૂલોની શણગારથી શુષોભીત થયું છે.

આજે બપોરે ૪ : ૦૦ વાગ્યે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહેવાના છે તે સમયે કાર્યક્રમની રૂપરેખાનું વર્ણન કરતા કોઠારી સ્વામીએ કહ્યુ હતુ કે સાહેબના જન્મદિવસ નિમિતે તેઓનું મંદિર ખાતે રાજકોટ તેમજ સરધાર ગુરૂકૂલના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ-વર્ષાથી સ્વાગત અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ વિશ્વપ્રખ્યાત પ્રસાદીની (કાંટા વગરની બોરડી) નું પુજન, મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ, તેમના દિર્ધાયુષ્ય માટે મહાપુજા, હિંડોળા ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન નિજમંદિરના મહારાજના દર્શન, મહાદેવનું પૂજન નિલકંઠવર્ણીનો કેસર જળાભિષેક, અંતે વિશિષ્ટ અભિવાદન સમારોહમાં વિજયભાઇનું ૬૫ ફૂટ ડ્રાયફૂટના હારથી સન્માન તેમજ ૬૫ કિલોની કેક કટીંગ સેરેમની કરવામાં આવશે. તેમજ ભગવાન સ્થપીત મંદિરમાં જરૂરિયાતમંદ લોકોમાં ૬૫૦ અન્ન કીટ જેમાં ૫ કિટ સીએમ દ્વારા વિતરણ કરવામાં આવશે.

કોઠારી સ્વામીએ જણાવ્યું હતુ કે, વિજયભાઇને આશીર્વાદ અને શુભેચ્છા આપવા ખાસ સંપ્રદાયના વરિષ્ઠ સંતો એસ.જી.વી.પી. ગુરૂકૂળ મહંત માધવપ્રિય સ્વામી, અખિલ ગુજરાત સંત સમિતિના પ્રમુખશ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, જૂનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી શ્રી ડો. સંતવલ્લભ સ્વામી, કોઠારી શ્રી હરિચરણદાયજી સ્વામિ રાજકોટ. રાજકોટ મંદિરના કોઠારી શ્રી રાધારમણ સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસ્વામી તેમજ ભકતીપ્રકાશ સ્વામી, મુની સ્વામી ઉપરાંત અનેક વિધ સ્થાનોથી સંતો તેમજ રાજદ્વારેથી સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ વિગેરેની હાજરી રહેશે.

(3:08 pm IST)