Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સિવિલ હોસ્પીટલમાં કોવીડ વોર્ડમાં મીડીયા કવરેજ કરવા અંગે પત્રકારને મારકૂટ કરવા અંગે તપાસ કરવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. રઃ રાજકોટના ફાસ્ટ ન્યુઝ ગુજરાત નામે ચાલતા ન્યુઝ મીડીયાના પત્રકાર હાર્દિક હરેશભાઇ પાઠક એ સીવીલ હોસ્પીટલના સ્ટાફની કોવીડ વોર્ડમાં થયેલી ભૂલથી એક કોવીડ પેશન્ટ વૃધ્ધ મહિલા ૧૪ દિવસ સુધી મળીઅ ાવતા ન હોઇ તેને મીડીયા કવરેજ કરી રીપોર્ટીંગની તેમની ફરજ બજાવતા તેનાથી નારાજ થઇ નેને રાજકોટના સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ અને સબ ઇન્સ્પેકટર એ માર મારી બે દિવસ ગેરકાયદેસર પોલીસ કસ્ટડીમાં રાખી માર મારી તેમની સામે ફરજમાં રૂકાવટનો ખોટો કેસ બનાવી પોતાની સતાનો ગેરઉપયોગ કરી ગંભીર ગુનો કરતા પત્રકાર હાર્દીકભાઇ હરેશભાઇ પાઠકએ મેજિસ્ટ્રેટશ્રી સમક્ષ ફરીયાદ કરતા મેજિસ્ટ્રેટ એ પોતે જ તપાસ પોતાના હાથ પર રાખી કથિત આરોપીઓ વિરૂધ્ધ તપાસનો હુકમ ફરમાવી કાર્યવાહીનો સ્વીકાર કરતા રાજકોટમાં કોવીડ મહામારીના સમયગાળામાં સતાધીશોની ધીરજ ખુટતા થયેલી બેફામ અને મનસ્વી ગેરકાયદેસરની કાર્યવાહી પર લગામ મુકવા હજી ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તેવી કાર્યવાહી અદાલતે કરતા ચકચાર જાગેલ છે.ઉપરોકત કાર્યવાહીમાં રાજકોટની નામાંકીત એડવોકેટ ફર્મ કે. એન. છાયા એસોસીએટસના નીધીબેન કે. પાટડીયા એ ઉપરોકત મેટરમાં દલીલો કરેલ અને સાથે માર્ગદર્શક તરીકે દિનેશ કે. છાયા, તથા અન્ય વકીલો ધ્રુવીન એ. છાયા, દક્ષાબેન બોખાણી, ધર્મીષ્ઠાબેન મોણપરા, હાર્દીકસિંહ રાયજાદા, મયુરભાઇ ડાંગર, તથા પ્રવિણભાઇ પરમાર રોકાયેલ હતા.

(3:09 pm IST)