Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નવરંગ ક્રિકેટ એકેડેમી દ્વારા ગુરૂવારથી ૧૦ દિવસીય વિનામૂલ્યે ક્રિકેટ કેમ્પ

૧૦ થી ૧૬ વર્ષ સુધીના બાળકોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ નવરંગ ક્રિકેટ એકેડેમી દ્વારા ૫ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ સુધી ફ્રી ક્રિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરંગ ક્રિકેટ એકેડમી દ્વારા તા.૫ ના ગુરૂવારથી  ૧૦ થી ૧૬ વર્ષના બાળકો માટે સવારે ૭ થી ૯ ફ્રી ક્રિકેટ કેમ્પનું આયોજન કરેલ છે. કેમ્પમાં લીમીટેડ એડમીશન આપવાના હોવાથી તા.૪ પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

સ્થળઃ નવરંગ ક્રિકેટ એકેડેમી, 'નવરંગ' ૧૭ પંચનાથ પ્લોટ લીમડા ચોક પાસે, મોમાઈ ચાની શેરીમાં રાજકોટ મો.૯૭૨૫૪ ૨૮૫૫૫, મો.૭૫૬૭૭ ૭૬૭૭૦.

(3:10 pm IST)