Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક નેત્ર યજ્ઞનું આયોજન

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી : ડો. અનિમેષ ધ્રુવનો સહયોગ : જૈન-જૈનેતર નામ નોંધાવી શકશે

રાજકોટ તા. ૨ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. વારંવાર કહે છે કે યોગી બની શકો તો સર્વ શ્રેષ્ઠ છે,પરંતુ જો યોગી ન બની શકો તો અન્યને ઉપયોગી બની માનવ ભવને સફળ બનાવજો.

પૂ.ગુરૂદેવશ્રીની શુભ પ્રેરણાથી માનવતા અને સેવાના અનેક સત્ કાર્યો થઈ રહ્યાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકો માટે નાતજાત ના ભેદભાવ વગર નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનનું આયોજન કરવામાં આવેલ છે. શ્રદ્ઘાવંત ઉદારદિલ ગુરૂભકતોના સૌજન્ય અને રાજકોટના ખ્યાતનામ ડો. અનિમેષ ધ્રુવે સહયોગ પ્રદાન કરેલ છે. ડો.ધ્રુવની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ ઓપરેશનનો લાભ લેવા ઇચ્છુક જરૂરિયાતમંદ જૈન જૈનેતર ભાઈઓ બહેનો સંપર્ક કરી શકે છે.

જૈન અગ્રણીશ્રી ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા,ઉપેનભાઈ મોદી તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપની ટીમનો સંપર્ક કરી શકે છે.વિશેષ માહિતી તથા નામ લખાવવા માટે ડોલરભાઈ કોઠારી (૯૮૨૫૩ ૧૭૩૩૩), ઉપેનભાઈ મોદી (૯૮૨૪૦ ૪૩૧૪૩) તથા અર્હમ યુવા સેવા ગ્રુપ ના તેજસભાઇ બાવીસી (૯૪૨૯૫ ૦૨૪૪૬) અને તુષારભાઈ મહેતા (૯૪૨૮૨ ૬૬૦૮૬)નો સંપર્ક કરવા ડોલરભાઈ કોઠારીની યાદીમાં જણાવેલ છે.

(3:12 pm IST)