Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ઘરેલુ હિંસાના કેસમાં પત્નિને ચડત ભરણ પોષણ નહિ ચુકવતા પતિને ૪ર દિવસની સજા

રાજકોટ તા. ર : ''ઘરેલુ હિંસાના કેસમાં પત્નીને ભરણ પોષણની રકમ નહી ચુકવનાર પતીને ૪ર દિવસની જેલની સજા ચીફ કોર્ટે'' ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે, આ કામના અરજદાર રેખાબેન ઘનશ્યામભાઇ વરમોરા વિ.રહે. રાજકોટવાળાએ પોતાના પતી ઘનશ્યામભાઇ મોહનભાઇ વરમોરા એટલે કે સામાવાળા રહે. મું.જુનાગઢવાળા વિરૂધ્ધ ડી.વી.એકટની કલમ ૧ર મુજબ ભરણપોષણ મેળવવા ચીફ કોર્ટમાં અરજી કરેલ તેમાં કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી અરજદારને માસીક રૂ.૪૦૦૦, પુત્ર અભિષેકને રૂ. ર૦૦૦ આમ કુલ રૂ.૬૦૦૦ ભરણપોષણ પેટે તેમજ મુળ અરજી ખર્ચ રૂ.૪૦૦૦ ચુકવવા તેવો હુકમ સામાવાળા વિરૂધ્ધ કરેલ હતો.

સદર હુકમનુ સામાવાળા પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ૬ માસની ચડત ભરણપોષણની રકમ રૂ.૪૦,૦૦૦ મેળવવા રાજકોટની એડી.ચીફ કોર્ટમાં અરજી કરેલ હતી. આ કામે નામદાર કોર્ટએ સામાવાળા વીરૂધ્ધ ઇસ્યુ કરેલ.

અદાલતે  ભરણપોષણની રકમ ભરવાનું જણાવતા સામાવાળાએ રકમ નહી અંગે ચોખ્ખી ના પાડી દીધેલ અને અરજદારની આર્થીક પરીસ્થિતિ નબળી હોય તેવી હક્કીત તેમના પતી જાણતા હોવા છતા ભરણપોષણની રકમ નહી ચુકવવા કોર્ટ સમક્ષ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ ધારદાર દલીલો કરેલ અને સામાવાળાને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય આથી રાજકોટ નામદાર એડી.ચીફ. જયુ.મેજી. એમ.એ.મકરાણીએ એક માસની ચડત ભરણપોષણની રકમ બદલ ૭ દિવસની જેલ સજા કરવી યોગ્ય હોય તેવુ અદાલતે માનીને અરજી મુજબ ૬ માસની ચડત રકમ રૂ.૪૦૦૦૦ ની કસુર બદલ કુલ ૪ર દિવસની સામાવાળાને સાદી કેદની જેલ સજા કરવાનો હુકમ કરેલ હોય આથી ઘનશ્યામભાઇ મોહનભાઇ વરમોરાની કોર્ટમાં ધરપકડ કરી તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતી.અરજદાર રેખાબેન વરમોરા તરફે ધારાશાસ્ત્રી પી એન્ડ આર લો ચેમ્બરના અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, અમીત વી. ગડાર, મૃગ પરેશ, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, રીતેશ ટોપીયા વગેરે રોકાયા હતા.

(4:11 pm IST)