Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જૂના માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટરમાં પ્રવિણ ભાખોડીયાના કવાટરમાં દરોડો : જુગાર રમતા ૭ ઝડપાયા

બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ જોગડા અને રાજાભાઇ ગઢવીની બાતમી : ૧૧ હજારની મતા કબ્જે

રાજકોટ,તા. ૨ : જૂના માર્કેટ યાર્ડની બાજુમાં આવેલા હુડકો કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી ડીવીઝન્ પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાથ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જૂના માર્કેટ યાર્ડની બાજુમાં હુડકો કવાર્ટરમાં રહેતો પ્રવિણ કરશનભાઇ ભાખોડીયા પોતાના કવાર્ટરમાં જુગારધામ ચલાવતો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ જોગડા અને કોન્સ. રાજાભાઇ ગઢવીને બાતમી મળતા હુડકો કવાર્ટર નં. ઇ૧-૭૧ નંબરના કવાર્ટરમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કવાર્ટર માલીક પ્રવિણ કરશનભાઇ ભાખોડીયા (ઉવ.૩૯), તથા કવાર્ટર નં. ઇ૧-૭૧ના ભરત દીલીપભાઇ ઝીંઝુવાડીયા (ઉવ.૩૫)કવાર્ટરને ઇ૧ -૭૨ના નરેશ ભુપતભાઇ બારૈયા (ઉવ.૨૬), મચ્છાનગર શેરી નં. ૩ના જીજ્ઞેશ ધિરૂભાઇ ગુજરીયા (ઉવ.૨૩) કવાર્ટર નં. ઇ૧-૭૨ના ધીરૂ કડવાભાઇ ગુજરીયા (ઉવ.૪૨) કવાર્ટરનં.ઇ૧ ૨૩ ના ભાવેશ માવજીભાઇ ભાનુશાળી (ઉવ.૪૫) તથા મચ્છાનગર શેરી નં. ૮ના હિતેશ ધીરૂભાઇ ગુજરીયા (ઉવ.૧૯) ને પકડી લઇ રૂાફ ૧૧,૬૮૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.કોડીયાતર, એ.એસ.આઇ વીરમભાઇ થગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ થસીયા, હિતેશભાઇ જોગડા, પરેશભાઇ સોઢીયા, જયદીપસિંહ, રાજાભાઇ, મીતેશભાઇ, વિશ્વરાજસિંહ, નીરવભાઇ, સંજયભાઇ તથા ચાપરાજભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:05 pm IST)