Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ખોડીયાર પરામાં મકાનમાંથી બુટલેટર શીવરાજ ૧.૩૨ લાખના દારૂ સાથે પકડાયો

થોરાળા પોલીસનો દરોડો : દારૂની ૨૬૪ બોટલ કબ્જેઃ અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પણ સામેલ

રાજકોટ,તા. ૨ : આજી જી.આઇ.ડી.સી. પાસે ખોડીયારપરામાં આવેલા એક મકાનમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૨૬૪ બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ખોડીયારપરામાં આવેલી એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ મેતા અને કિરણભાઇ પરમારને બાતમી મળતા ખોડીયારપરા શેરી નં. ૩૭માં આવેલા મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાન માંથી રૂ.૧,૩૨,૦૦૦ ની કિંમતની દારૂની ૨૬૪ બોટલ સાથે બુટલેજ્ઞર શિવરાજ ભીખુભાઇ ગીડા (રહે. ખોડીયારપરા શેરી નં. ૩૭)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. શિવરાજ અગાઉ મારામારી તથા વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે. દારૂનો જથ્થો કયાંથી લાવ્યો તે અંગે પોલીસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(4:05 pm IST)