Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પટેલ સેવા સમાજ દ્વારા યુવાનો માટે રોજગારી માર્ગદર્શન સેમીનાર

રાજકોટઃ પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા એક આવકાર્ય સ્વરોજગારીના દ્વાર યુવાનો માટે ખોલતા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારના અંતે ર૦ જેટલા યુવાનોને સ્કીલ ડેવલપ કરવા માટે તાલીમ આપવા પસંદ કરાયા હતા. તાલીમ દરમિયાન આ તમામને 'સ્ટાઇપેન્ડ' પણ અપાશે. તાલીમપૂર્ણ થયે "NEC" પ્રમાણપત્ર પણ અપાશે જે તેને નોકરી મેળવવામાં ઉપયોગી થશે. પટેલ સેવા સમાજ-રાજકોટની યુવા સંગઠન ટીમે કેન્દ્ર સરકારના રાજકોટ સ્થિત સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના સહયોગથી યોજાયેલ આ સેમિનારમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના અધિકારી સત્યજીતસિંહ ઝાલાએ ઉપસ્થિત યુવાનોને તકદીર બલતું માર્ગદર્શન આપ્યું હતું. પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલે ઉપસ્થિત યુવાનોને ઉજજવળ ભાવિની શુભકામના પાઠવી હતી. સંસ્થાના અગ્રેસરો કિશોરભાઇ ઘોડાસરા, મનિષભાઇ ચાંગેલા, તેમજ જગદીશભાઇ પરસાણીયાએ સમાજના યુવાનોને ભાવિ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર આયોજન સંસ્થાની યુવા સંગઠન ટીમના પ્રમુખ ડેનીશભાઇ કાલરીયા, કન્વીનર વિનુભાઇ ઇસોટીયા તથા ઇન્ચાર્જ વિજયભાઇ ગોધાણીએ પાર પાડયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલ્લભાઇ સાપરિયા, પ્રો. વિનુભાઇ ઇસોટીયા, જેનીશભાઇ ઘેટિયા તથા પ્રતિકભાઇ માણાવદરિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ પાડલીયાએ કર્યું હતું.

(4:06 pm IST)