Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

આમ આદમી પાર્ટીમાં બહેનો જોડાયા

 આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત બહેનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલ આ કાર્યક્રમોમાં 'આપ'નો ખેસ પહેરાવી બહેનોને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આપના ઉપપ્રમુખ ખેરૂનબેન એ. ભુવડ, હસીનાબેન તથા મહિલા ઉપપ્રમુખ હંસાબેન ધમ્મર, વોર્ડ નં. ૧૪ ના મહિલા પ્રમુખ લાભુબેન ચાંડપા, વોર્ડ નં. ૧૪ ના મહિલા ઉપપ્રમુખ સોનાબેન મકવાણા, શહેર મહિલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, શહેર મહીલા મહામંત્રી હર્ષાબેન શેઠ, મહીલા મહામંત્રી મીનાબેન સરવૈયા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવાયુ છે.

(4:08 pm IST)