Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પશુઓમાં લમ્પી વાયરસ અંતર્ગત રાજકોટના પાંજરાપોળ, સરદાર ગૌશાળા વગેરે સ્થળોએ સ્થળ મુલાકાત લેતા રાજ્યના પશુ પાલન વિભાગ મંત્રી રાઘવજીભાઈ પટેલ

રાજકોટ : રાજ્યમાં હાલમાં પશુઓમાં લમ્પી વાયરસ પ્રસર્યો છે. જેના અનુસંધાને રાજકોટ જીલ્લા તથા રાજકોટ શહેરની મુલાકાત લીધેલ અને જરૂરી વાયરસની સામે લેવામાં આવી રહેલ પગલાઓ અને વેક્સીનની માહિતી મેળવી હતી. મંત્રીએ રાજકોટ શહેરમાં પાંજરાપોળ અને સરદાર ગૌ શાળાની મુલાકાત લીધેલ. જેમાં, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ વગેરે જોડાયેલ. મંત્રીએ પાંજરાપોળના સંચાલકો સાથે લમ્પી વાયરસ અને વેક્સીન બાબતે ચર્ચા કરેલ હતી. આપણા પશુઓ વાયરસના ભોગ ન બને તે માટે ખાસ તકેદારી રાખવા જણાવેલ હતું

   
(11:07 pm IST)