Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મવડી ચોકડી પાસે ઓવરટેક કરવા બાબતે કાર અને ટુવ્‍હીલર ચાલક વચ્‍ચે ધબધબાટી : એકની ધરપકડ

તાલુકા પોલીસે કાર ચાલક સહિત ચાર અને ટુવ્‍હીલરમાં આવેલા બે શખ્‍સો સામે ગુનો નોંધી રોહિત રાઠોડની ધરપકડ કરી

રાજકોટઃ શહેરના મવડી ચોકડી પાસે કેટલાક શખ્‍સો મારામારી કરતા હોઇ તેના લીધે ટ્રાફિક જામ થઇ ગયો હોઇ તેવો વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ તાલુકા પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ગોંડલીયાની સુચનાથી હેડ કોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલા, કોન્‍સ. હર્ષરાજસિંહ જાડેજા સહિતે વિડીયોમાં દેખાતો રોહિત અરવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) (રહે. શકિતનગર-ર મવડી મેઇન રોડ) હોવાની ઓળખ થયા બાદ તેને પકડી પોલીસ મથકે લાવવામાં આવ્‍યો હતો. તેની પુછપરછ કરતા તે મવડી ચોકડી જતો હતો ત્‍યારે તેના મિત્ર આર્યન દિનેશભાઇ સોરઠીયા, નિખીલ સગપરીયા, સોહમ ગોસ્‍વામી અને જયદીપ સહિત સાથે કોઇ અજાણ્‍યા શખ્‍સો ઝઘડો કરતા હોઇ જેથી પોતે પણ વચ્‍ચે પડયો હતો. તેના મિત્રોને વાહન ઓવરટેક કરવા બાબતે નંબર પ્‍લેટ વગરના ટુ વ્‍હીલરમાં નીકળેલા ત્રણ શખ્‍સો પૈકી બે સાથે ઝઘડો થયો હતો. તેમ જણાવતા પોલીસે રોહીત, આર્યન, નીખિલ, સોહમ અને જયદીપ તથા બે અજાણ્‍યા શખ્‍સો સામે જાહેરમાં મારા મારી કરી ઝઘડો કરી સુલેહ શાંતીનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:26 pm IST)