Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

છેલ્લા ૭ દિ'માં મનપા તંત્રના ચોપડે મચ્‍છરજન્‍ય રોગના માત્ર ૬ દર્દી !

શરદી - ઉધરસના ૩૫૪, સામાન્‍ય તાવના ૮૨, ઝાડા-ઉલ્‍ટીના ૯૪ કેસ નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૨૩ને નોટીસ

રાજકોટ, તા. ૧ : શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૩૦ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના તંત્રના ચોપડે માત્ર ૬ કેસ નોંધાયા છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૫ થી તા. ૩૧ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છજન્‍ય રોગચાળાના ર કેસ
અઠવાડિયામાં મેલેરિયાનો ૧, ડેન્‍ગ્‍યુના ૩ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૫૦૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૫૪ તેમજ સામાન્‍ય તાવના ૮૨ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૯૪ સહિત કુલ ૫૩૦ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૨૩ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૪,૬૪૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૬૯૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૭૨૩ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

 

(3:27 pm IST)