Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શહેરમાં બે દિવસમાં કોરોનાના ૫૭ કેસ

હાલ ૨૪૭ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૬૪,૫૩૦એ પહોંચ્‍યોઃ શનીવારે અને રવિવારે ૫૩ દર્દીઓ સાજા થયા

રાજકોટ તા. ૧ : સમગ્ર દેશમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનીવારે ૨૩ તથા ગઇકાલે રવિવારે ૩૪ કેસ નોંધાયા છે. જયારે બે દિવસમાં ૫૩ દર્દી સાજા થયા હતા. હાલ ૨૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે.
આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૫૩૦ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૭૮૪ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૦૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૬૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૬,૯૧૨ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪૫૩૦ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૪ ટકાએ પહોંચ્‍યો છે.

 

(3:27 pm IST)