Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓ ડીઆરએમ દ્વારા સન્માનિત

રાજકોટ : રેલવે સુરક્ષા (સેફટી)માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના 6 કર્મચારીઓને ડીવીઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અનિલ કુમાર જૈન દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફે જણાવ્યું હતું કે જૂન 2022માં આ કર્મચારીઓને રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ

બાલકૃષ્ણ કુમાર (ગાર્ડ એટલે કે ટ્રેન મેનેજર, હેડક્વાર્ટર રાજકોટ),  આનંદ કુમાર (ગેટમેન, ગેટ નંબર 206), શૈલેષ પી (ગેટમેન, ગેટ નંબર 98), . શ્રી પ્રતાપ સિંહ (ગેટમેન, ગેટ નં. 59),  દિલીપ ગોહિલ (લોકો પાયલોટ ગુડ્ઝ ટ્રેન, હેડક્વાર્ટર હાપા) અને  પી.સી. મીના (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, લાખામંચી). ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી અને સતર્કતા સાથે કામ કરીને સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં ગુડ્ઝ ટ્રેનમાં લટકતો ભાગ જોવો, બ્રેક બ્લોક જામ થતાં જોવી, સ્પાર્ક નીકળતા જોયા બાદ તરત જ ટ્રેન રોકવી વગેરે બનાવો શામેલ છે.

  ડીઆરએમ જૈને એવોર્ડ મેળવનાર તમામ રેલવે કર્મચારીઓને અભિનંદન આપતા સલામતી સંબંધિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને કોઈપણ પ્રકારની રેલવે અકસ્માતને તેમની સમજણ અને તત્પરતાથી અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
    આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના સીનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, વરિષ્ઠ મંડળ ઈજનેર (સંકલન) રાજકુમાર એસ, વરિષ્ઠ મંડળ ઓપરેટિંગ મેનેજર આર.સી. મીણા અને વરિષ્ઠ મંડળ મિકેનિકલ ઈજનેર  સંતોષકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

(6:50 pm IST)