Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગુજરાત ભાજપ લીગલ સેલમાં નિમાયેલ અનિલભાઇ દેસાઇ સહિતના વકીલોનું મહિલા વકીલો દ્વારા સન્‍માન કરાયુ

બાર કાઉ.ના કો-ઓપ્‍ટ મેમ્‍બર સંજયભાઇ વ્‍યાસનું પણ સન્‍માન કરાયું

રાજકોટ તા. ૧ : મહિલા એડવોકેટ્‍સ, રાજકોટ દ્વારા ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના નવ-નિયુકત સહ-સંયોજક અનિલ દેસાઇ તથા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના નવનિયુકત કો-ઓપ્‍ટ-મેમ્‍બર તેમજ ડિસિપ્‍લિનરી કમીટીનાં ચેરમેન સંજય વ્‍યાસ તેમજ જુદા-જુદા ક્ષેત્રે નિમણુંક પામેલ એડવોકેટ્‍સનો સન્‍માન સમારોહ યોજાયેલ હતો.

રાજકોટ બાર એસોસીએશનના મહિલા એડવોકેટ્‍સ દ્વારા ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના નવનિયુકત સહ સંયોજક અનિલ દેસાઇ તથા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત નવ નિયુકત કો.ઓપ્‍ટ-મેમ્‍બર તેમજ ડિસિપ્‍લિનરી કમીટી ચેરમેન સંજય વ્‍યાસ તેમજ જુદા-જુદા ક્ષેત્રે નિમણુંક પામેલ એડવોકેટ્‍સનો સન્‍માન સમારોહ યોજાયેલ, જે સન્‍માન સમારોહ ગુજરાત પ્રદેશ ભા.જ.પના નવનિયુકત સહ સંયોજક અનિલ દેસાઇ તથા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના નવ નિયુકત કો.-ઓપ્‍ટ-મેમ્‍બર તેમજ ડિસિપ્‍લિનરી કમીટીના ચેરમેન સંજય વ્‍યાસ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુન પટેલ, ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તુષાર બસ્‍લાણી, એમ.એ.સી.પી.બાર એસોસિએશનના પ્રમુખ અજય જોષી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ ગુજરાત વેચાણ સંઘના સહમંત્રી જયેશ બોઘરા, રાજકોટ પીપલ્‍સ કો.ઓપરેટિવ બેન્‍કના ડિરેકટર તેમજ ફાઇનાન્‍સ કમીટીના ચેરમેન દિનેશ આજડા તેમજ ઇ-મેમો માટે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ સામે લડત આપનાર યુવા લોયર્સના કન્‍વીનર હિમાંશુ પારેખ અને ગિરીરાજસિંહ જાડેજાનું સન્‍માન મહિલા વકીલઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અને શ્રી ભાગવત ગીતાનું પુસ્‍તક ભેટ સ્‍વરૂપે આપીને કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસીએશનમાં નોંધાયેલ તેમજ પ્રેકિટસ કરતા મહિલા વકીલો ખુબ જ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ રાજકોટના સિનિયર મહિલા ધારાશાષાી રજનીબા રાણા, રમાબેન ગુપ્તા, પૂર્વ સરકારી વકીલ ચેતનાબેન કાછડીયા, રેખાબેન લિંબાસીયા, મિતલબેન સોલંકી, નમિતાબેન કોઠીયા, શમીમબેન કુરેશી, રશ્‍મિબેન જોષી, મિતાબેન રાવ સહિતના મહિલા વકીલોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(3:55 pm IST)