Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શનિવારે ઉપરાષ્ટ્રપતિ રાજકોટ એરપોર્ટ પર કલાકનું રોકાણ કરનાર હોય કલેકટર તંત્રની તમામ તૈયારીઓ

જડબેસલાક સુરક્ષા બંદોબસ્તઃ ત્રણ હેલીકોપ્ટર પણ આવશેઃ કલેકટરે મીટીંગ લીધી... કલેકટર કચેરીમાં ખાસ કન્ટ્રોલ રૃમઃ ભ્ઝ્રશ્ હોસ્પીટલ-સરકીટ હાઉસ ખાતે તમામ તૈયારીઓ...

રાજકોટ તા. ૧: ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ વેરાવળ, સોમનાથ અને દ્વારકા પ્રવાસે તા. ૬ ને શનિવારના રોજ સાંજે ૬ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી અંદાજે અર્ધાથી ૧ કલાક જેટલું રોકાણ કરનાર હોવાથી વ્યવસ્થા ગોઠવવા કલેકટર અરૃણ મહેશ બાબુએ સમગ્ર તંત્રની બેઠક બોલાવી હતી.

બેઠકમાં કલેકટર તંત્રના તમામ વિભાગો, મનપા, જીઇબી, પોલીસ સહિતના ખાતાઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે કલેકટર અરૃણ મહેશ બાબુએ જણાવેલ નાયડુજીના પ્રવાસ અન્વયે કલેકટર કચેરી ખાતે મુખ્ય કન્ટ્રોલ રૃમ બનાવાશે. ઉપરાંત પીડીયુ હોસ્પીટલ ખાતે અલગ વોર્ડમાં તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત સર્કીટ હાઉસ બુક કરી તૈયારીઓ શરૃ કરવામાં આવી છે, ત્યાં પણ કન્ટ્રોલ રૃમ-ફોન-ફેકસ-હોટલાઇન-પોલીસ સુરક્ષા ઉપલબ્ધ રહેશે.

વૈકેંયાજીના મુલાકાત માટે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વૈકેંયાજી વાયુ સેનાના ખાસ વિમાન દ્વારા રાજકોટ પહોંચશે. ઉપરાંત ૩ હેલીકોપ્ટરો પણ એરપોર્ટ ખાતે આવનાર છે. એરપોર્ટ ખાતે વિમાનોની રૃટીન અવર-જવરને કોઇ મુશ્કેલી નહીં પડે તેમ પણ કલેકટરે ઉમેર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિના આગમન કારણે સમગ્ર રૃટ એરપોર્ટથી સર્કીટ હાઉસ સુધીના માર્ગને રીપેર કરવાની સાથે અન્ય કોઇ જરૃરીયાત હોય તો તે પણ પુરી કરવા માટે કલેકટરે જણાવ્યું હતું. વૈકેંયાજીના સ્વાગત માટે તા. પ ને શુક્રવારના રોજ નિર્ણય લેવાશે. જેમાં પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ તા. ૬ના સાંજે આવશે, તે પહેલા પ મીએ તેમની એક ખાસ સુરક્ષા ટીમ દિલ્હીથી રાજકોટ આવશે, તા. ૬ના શ્રી વૈકેંયા નાયડુના સ્વાગત અંગે કોણ કોણ જશે, તે અંગે પમીએ ફાઇનલ થશે.

(4:42 pm IST)