Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કાલાવડમાં શોૈચાલય પાસેથી કેબીન દૂર રાખવાનું કહેતાં મારામારીઃ બે ઘવાયા

બાબુભાઇ ઝીંઝુવાડીયા અને હિતેષ લીંબાણીને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨: કાલાવડમાં કોળી પ્રોૈઢ પર તેમના ઘર નજીક વાળંદ કામની કેબીન ધરાવતાં શખ્‍સ સહિતનાએ હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. સામે વાળંદ યુવાન પણ દાખલ થયો હતો.

શિતળા કોલોનીમાં રહેતાં બાબુભાઇ લખુભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૫૫) સેન્‍ટીંગ કામ કરે છે. તેઓ પોતાના પર રાતે હિતેશ, જગદીશ તથા ત્રણ અજાણ્‍યાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારવામાં આવ્‍યાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. સામા પક્ષે હિતેષ જગદીશભાઇ લીંબાણી (ઉ.૩૬) પણ પોતાના પર પ્રકાશ, ભાવેશ, બાબુભાઇ સહિતે હુમલો કર્યાની રાવ સાથે રાજકોટ દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી.

બાબુભાઇના સગાના કહેવા મુજબ અમારા ઘર નજીક જ હિતેષભાઇને વાળંદ કામની કેબીન છે. તેની પાછળ જાહેર શોૈચાલય છે. કેબીન આગળ રાખી દીધી હોવાથી લોકો બહાર જ લઘુશંકા કરવા ઉભા રહી જાય છે અને ઘર સામે જોતાં રહે છે. આ કારણે હિતેષને કાં તો આ લોકોને શોૈચાલયમાં જાય તેવું સમજાવવાનું અથવા કેબીન શોૈચાલયથી દૂર લઇ જવાનું કહેતાં માથાકુટ થઇ હતી.

(11:49 am IST)