Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સોલવન્‍ટ ફાટક પાસે દિલાવર, તેના પિતા અને ભાઇને અજાણ્‍યાએ લાકડીથી ફટકાર્યા

દિલાવર સાથે ટુવ્‍હીલર અથડાવતાં ધ્‍યાન રાખવાનું કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨: આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં રહેતાં અને ઇકો કારનું ડ્રાઇવીંગ કરતાં દિલાવર અબ્‍દુલભાઇ સમા (ઉ.૨૧) અને તેના પિતા એસટી વર્કશોપમાં નોકરી કરતાં અબ્‍દુલભાઇ ઇશાકભાઇ (ઉ.૫૨) તથા ભાઇ હનીફ અબ્‍દુલભાઇ (ઉ.૧૮) પર રાત્રીના કોઠારીયા સોલવન્‍ટ પાસે અજાણ્‍યા ટુવ્‍હીલર ચાલકે લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

દિલાવર કાર લઇને જતો હોઇ કાર બંધ પડી જતાં પિતાને ફોન કરતાં પતાએ સાઇડમાં કાર રાખી મિકેનીક શોધ ત્‍યાં હું આવું તેમ કહેતાં દિલાવર રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યા ટુવ્‍હીલર ચાલકે તેને વાહન અડાડી દીધું હતું. તેની સાથે એક છોકરી પણ હતી.  આ ભાઇને ધ્‍યાન રાખીને ચલાવવાનું કહેતાં ઝઘડો કરી મારામારી ચાલુ કરી હતી. ત્‍યાં દિલાવરના પિતા અને ભાઇ આવી જતાં તેને પણ મારકુટ કરી લેવાઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)