Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાળાએ કહ્યું-આવા ડખ્‍ખા કરવા કરતાં દવા પી જવાય...ને સફાઇ કામદારે ફિનાઇલ પી લીધું!

પત્‍નિ ઝઘડો કરી માવતરે જતી રહેતાં માથાકુટ : નવા થોરાળા ગોકુલપરાનો બનાવઃ જગદીશભાઇ દાફડા સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: નવા થોરાળાના ગોકુલપરા-૨માં રહેતાં અને આર.એમ.સી. વોર્ડ નં. ૧૧માં સફાઇ કામદાર તરીને નોકરી કરતાં જગદીશભાઇ મોહનભાઇ દાફડા (ઉ.વ.૪૨)એ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

જગદીશભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના છે. તેના પત્‍નિનું નામ રેખાબેન છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જગદીશભાઇએ આક્ષેપ કર્યો હતો કે મારા પત્‍નિ કોઇ બીજા સાથે વાત કરતાં હોઇ હું તેને જોઇ જતાં મેં આ બાબતે ઠપકો આપ્‍યો હતો. જેથી તે તેના માવતર લોધીકાના માખાવડ ગામે રિસામણે જતી રહી હતી. આ પછી મારા સાળા બેચરભાઇએ મને ફોન કરી શું વારેઘડીએ ઝઘડા કરો છો તેમ કહી ઠપકો આપી આવા ડખ્‍ખા કરવા કરતાં દવા પી જવાય...તેમ કહેતાં મને માઠુ લાગી જતાં મેં ફિનાઇલ પી લીધી હતી. જગદીશભાઇના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:29 pm IST)