Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મૂળ રાજકોટના હાલ વાપીમાં વસતા શીતલ રાયચુરાને ધરતીરત્‍ન એવોર્ડથી મુખ્‍યમંત્રી દ્વારા વિભૂષિત

સૌરાષ્‍ટ્ર-ગુજરાતના રઘુવંશી સમાજની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર : સાંજ પડ્‍યે અશકત શ્વાનોની શોધમાં નીકળી પડે, માત્ર બિસ્‍કીટ ખવડાવી સંતોષ માનવાને બદલે સેન્‍ટરમા સેવા સુશુશ્રા કરી સંતોષનો ઓડકાર લ્‍યે છે

રાજકોટ, તા.૧:  ધરતી સાથે જોડાઈ અને મૂંગા મોઢે માનવસેવા સાથે સતત કાર્યરત રહેલ ગુજરાતની ૧૧ વ્‍યક્‍તિઓનું મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું તેમાં મૂળ રાજકોટના અને હાલ વાપી ખાતે રહેતા શ્રીમતી શીતલ નિલેશભાઈ રાયચુરાને તેમની અનેરી સેવા માટે ધરતી રત્‍ન એવોર્ડ એનાયત કરવામાં આવતા સૌરાષ્‍ટ્ર ગુજરાતના રઘુવંશી સમાજમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

શીતલબેન અને તેમના પતિ નિલેશભાઇને સાંજ પડે ત્‍યારે કોઈ મોટી હોટલમાં પહોંચી આનંદ મળવાને બદલે વાપીના અલગ અલગ વિસ્‍તારમાં આખી કાર બિસ્‍કીટ વિગેરેથી ભરી રખડતા ભટકતાં શ્વાનને વર્ષોથી ખવડાવે છે.  શીતલબેન કે નિલેશભાઈ ફકત બિસ્‍કીટ ખવડાવી સંતોષ માનતા નથી .તેવો અશકત શ્વાનો શોધી સેન્‍ટર પર લાવી સેવા અને સારવાર કરે છે, રાજકોટના જાણીતા ગોળવારા પરિવારના મનહરભાઈ હરિલાલ કકકડ પરિવારની પુત્રી શીતલબેન શ્વાનની ભાષા સમજી જતા હોવાથી આ કાર્ય હાથમાં લીધાનું તેમના પતિ નિલેશભાઈ કે જેઓ પણ ખૂબ સક્રિય છે તેઓ દ્વારા જણાવવામાં આવેલ.

(12:09 pm IST)