Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા મુક સેવકોનું ‘ગારડી એવોર્ડ'થી સન્‍માન

રાજકોટ : ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ દ્વારા હાથ ધરાતી અનેકવિધ પ્રવૃત્તિના ભાગરૂપે સમાજમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવોને દાનવીર જૈન શ્રેષ્‍ઠી પૂ. દીપચંદભાઇ ગારડીના નામથી ‘ગારડી એવોર્ડ' એનાયત કરવાનો સમારોહ સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્‍યો હતો. સૌ.યુનિ.ના કુલપતિ ડો. ગીરીશભાઇ ભીમાણીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ આ સમારોહમાં શહેર પોલીસ કમિશ્‍નર રાજુભાઇ ભાર્ગવ, જાણીતા ઉદ્યોગપતિ ડો. ભરતભાઇ બોઘરા, જાણીતા બિલ્‍ડર ધીરૂભાઇ રોકડ, છગનભાઇ બુસા, જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, અમૃતભાઇ ભારદીયા, ગ્રેટર ચેમ્‍બરના ચેરમેન ધનસુખભાઇ વોરા, પ્રમુખ રાજીવભાઇ દોશી ખાસ ઉપસ્‍થિત રહેલ. દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા અપાયેલ આ ગારડી એવોર્ડ વિશિષ્‍ટ પ્રતિભાઓને એનાયત કરાયા હતા. જેમાં જામનગર સ્‍થિત આણદાબાવા સંસ્‍થાના મહંતશ્રી દેવપ્રસાદ સ્‍વામીને, ઉદ્યોગક્ષેત્રે રાજકોટનું નામ રોશન કરનાર સુરેશભાઇ નંદવાણા, આરોગ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે આગવુ પ્રદાન કરનાર જૈન શ્રેષ્‍ઠી ઇન્‍દુભાઇ વોરા, કન્‍યા કેળવણીના હીમાયતી ગોવિંદભાઇ ખુંટ, સેવા ક્ષેત્રે કાર્યરત બાબુભાઇ અસલાલીયા, શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી સેવા આપી રહેલ મનસુખભાઇ જોશી, જાણીતા સાહિત્‍યકાર, લેખક, વકતા અને મોટીવેશનલ સ્‍પીકર ડો. શૈલેષ સગપરીયાનો સમાવેશ થયેલ. દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા પ્રતિવર્ષ એક સેવાકીય સંસ્‍થાને પણ તેમની સારી કામગીરી બદલ એવોર્ડ અપાય છે. જે મધર ટેરેસા આશ્રમને અર્પણ કરાયો હતો. કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું સ્‍વાગત દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના કિરીટભાઇ આદ્રોજાએ કરેલ. મહેમાનોનો પરિચય તેમજ સંસ્‍થાની પ્રવૃત્તિ અનુપમભાઇ દોશીએ વર્ણવી હતી. જયારે સમગ્ર સંચાલન મુકેશ દોશીએ સંભાળ્‍યુ હતુ. મહેમાનોએ પણ ઉદ્દબોધનમાં સંસ્‍થાની ૨૪ વર્ષની અવિરત સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમને યશસ્‍વી બનાવવા સંસ્‍થાના  સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્‍છ, જયદીપ કાચા, જયેન્‍દ્રભાઇ મહેતા, ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, પરિમલભાઇ જોશી, જીતુભાઇ ગાંધી, હસુભાઇ રાચ્‍છ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:06 pm IST)