Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

૯મીએ દુલ્હન સ્પર્ધામાં ૨૫ થી ૭૦ વર્ષ સુધીના વડીલ બહેનો ભાગ લેશે

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ગુજરાતી સાડી સ્પર્ધાનું પણ આયોજન

રાજકોટ,તા.૨: રાજકોટ સીટી વુમન્સ કલબ અને મૈત્રી બ્યુટી પાર્લરના સહયોગથી સંસ્થાના સભ્ય બહેનો માટે પહેલી જ વાર તા. ૦૯ ઓગષ્ટના મંગળવારે બપોરે ૩.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે દુલ્હન સ્પર્ધા- 'મેરી પ્યારી બહેનીયા બનેગી દુલ્હનીયા...તથા ગુજરાતી સાડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે બહેનોએ દુલ્હન સ્પર્ધામાં ભાગ લેવો હોય તેઓએ દુલ્હનની જેમ જ તૈયાર થઇને આવવાનું રહેશે. લગ્નમાં જે રીતે તૈયાર થાય તે જ રીતે સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જેમાં ૨૫ થી ૭૦ વર્ષ સુધીના વડીલ બહેનો ભાગ લેશે.

જયારે ગુજરાતી વિવિધ સાડી સ્પર્ધામાં પટોળંુ, બાંધણી, વર્કવાળી સાડી, જરીવાળી સાડી પણ ગુજરાતી જ સાડી પહેરીને આવવાનું રહેશે સાથે ફુલ મેચીંગ ફરજીયાત રહેશે. બન્ને સ્પર્ધામાં વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશે.

દુલ્હન સ્પર્ધામાં એકથી ત્રણ સુધીના બહેનોને તાજ પહેરાવી બહુમાન, ગુજરાતી સાડીમાં પણ પ્રથમ ત્રણને તાજ પહેરાવી બહુમાન કરાશે. ગુજરાતી સાડીમાં કુલ સાત ઇનામ અને દુલ્હન સ્પર્ધામાં જે રીતે એન્ટ્રી હશે તે પ્રમાણે ઇનામો અપાશે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા (મો.૯૪૨૮૮૯૦૨૭૭), ઉપપ્રમુખ દીનાબેન મોદી, િઁબન્દુબેન મહેતા, પ્રિતીબેન ગાંધી, કલ્પનાબેન નજરે પડે છે.(તસ્વીરઃ  સંદીપ બગથરીયા)

(3:26 pm IST)