Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકીય પક્ષો - વિવિધ સંસ્‍થાના મંજુરી વિનાના ૯૦ બોર્ડ - બેનરો હટાવતુ મનપા તંત્ર

દબાણ હટાવ ઝુંબેશ : વિવિધ વિસ્‍તારમાં રસ્‍તા પર નડતરરૂપ ૧૮૦ રેંકડી, કેબીન, પરચૂરણ માલ-સામાન તથા ૯૦ કિલો શાકભાજી - ફળો જપ્‍ત : ૧.૨૨ લાખનો વહિવટી ચાર્જ વસુલ્‍યો

રાજકોટ તા. ૨ : છેલ્લા સપ્‍તાહમાં શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૮૦ રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ તથા ૯૦ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૯૦ બોર્ડ-બેનરો વગેરે દબાણ શાખા દ્વારા જપ્‍ત કરાયા હતા.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યામુજબ દબાણ શાખા દ્વારા રસ્‍તા પર નડતર ૧૫ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર PGVCL ઓફીસ પાસે, પુષ્‍કરધામ રોડ, શિવમ પાર્ક, ગાયત્રીનગર,આંનદબંગલા ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, કૃષ્‍ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્‍ય ૧૬૫ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે  જયુબીલી, નુતન નગર રોડ, અયોધ્‍યા ચોક, મવડી મેઈન રોડ,એસ્‍ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્‍પીટલ ચોક,  રેલવે જંક્‍સન, રૈયા રોડ, બસ સ્‍ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાષાી મેદાન, પરથી  જપ્ત કરવામાં આવી હતી.

જ્‍યારે ૬૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જયુબિલી માર્કેટ, રેલ્‍વે જંક્‍શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૩૩,૦૦૦ વહીવટી ચાર્જ   રેલનગર ઢેબર રોડ,પેલેસ રોડ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત રૂ.૮૯,૧૫૫ મંડપ ચાર્જ જે  રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્‍યો હતો, અને  ૯૦ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ, સોરઠીયાવાડી  પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:28 pm IST)