Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા જિલ્લા પંચાયતની મુલાકાતેઃ વિકાસ કામો અને લમ્‍પીની સમીક્ષા

રાજકોટ : રાજયના પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા આજે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતમાં હતાં. પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન સામાણી, કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા વગેરેએ તેમનું સ્‍વાગત કરેલ. મંત્રીશ્રીએ લમ્‍પી વાઇરસની અસર, સારવાર તેમજ પંચાયતને લગતા વિકાસ કામોની સમીક્ષા કરેલ. જિલ્લામાં ૩૬૦ ગામોના પશુઓમાં લમ્‍પી વાઇરસની અસર છે. ૧.૪૩ લાખ પશુઓને રસી અપાયેલ છે. ર૮ પશુઓના મરણ નોંધાયા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(3:28 pm IST)