Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટ રૂરલના ઉપેન્‍દ્રસિંહ અને હરૂભા સહિત ૪ પોલીસ કર્મચારીઓ પીએસઆઇ બન્‍યા

રાજકોટ, તા., ૨: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજયના પોલીસ વિભાગમાં ૧૫ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પીએસઆઇની લેવાયેલ મોડ-રની પરીક્ષામાં રાજકોટ રૂરલના ૪ પોલીસ કર્મચારીઓ ઉર્તીણ થયા છે. જેમાં હાલ પડધરી પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉપેન્‍દ્રસિંહ નટવરસિંહ જાડેજાએ પીએસઆઇની પરીક્ષા પાસ કરી છે. કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયાના વતની ઉપેન્‍દ્રસિંહ જાડેજાએ અગાઉ શાપર-વેરાવળ પોલીસ મથક તથા રૂરલ એસઓજીમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી. તેમજ ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્‍સ્‍ટેબલ હરેન્‍દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાએ પીએસઆઇની પરીક્ષા ઉર્તીણ કરી છે. મૂળ ગોંડલ તાલુકાના સોળીયા ગામના વતની હરેન્‍દ્રસિંહએ જસદણ, ધોરાજી, મોરબી, વિંછીયા, ગોંડલ સીટી તથા તાલુકા પોલીસ મથકમાં ઉત્‍કૃષ્‍ટ ફરજ બજાવેલ છે. તેમના પિતા રઘુવીરસિંહ જાડેજા પણ રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા હતા અને પીએસઆઇ તરીકે ભાવનગર જીલ્લામાંથી રીટાયર્ડ થયા હતા.

તેમજ રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ મથકના એએસઆઇ વિજયભાઇ ચાવડા તથા ધોરાજી પોલીસ મથકના એએસઆઇ જગતભાઇ તેરૈયાએ પીએસઆઇની પરીક્ષા ઉર્તીણ કરેલ છે.  એએસઆઇ વિજયભાઇ ચાવડા અગાઉ રાજકોટ રૂરલ એસઓજીમાં તથા એએસઆઇ જગતભાઇ તેરૈયાએ રૂરલ એન્‍ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ શાખામાં પ્રશંસનીય ફરજ બજાવેલ છે.

(3:30 pm IST)