Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ચેક રિટર્નના કેસમાં નાગપુરના વેપારીને કોર્ટની નોટીસ મળતા રકમ ચુકવી આપી

રાજકોટ, તા. ર :  અત્રે ચેક રીટર્ન કેસમાં કોર્ટની નોટીસ મળતા આરોપીએ નાગપુરના વેપારીએ રકમ ચુકવી આપી હતી.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના લોઠડા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં પ્રીતેશભાઇ જયસુખભાઇ બાબરીયા મહાદેવ કાસ્‍ટીંગના નામથી પાર્ટનર દરજજે ફાયર સેફટી ઇકવીપમેન્‍ટની વસ્‍તુઓ બનાવવાનો ધંધો કરે છે. જયારે આ કામના આરોપી સુનીલ ગંગાધાર ફેટીંગ સરનામું સુનીલ ફાયર સર્વીસ, આશીર્વાદનગર, ઇન્‍ડીરા ગાંધી હોલ પાસે, નાગપુર મહારાષ્‍ટ્ર ખાતે ‘સુનીલ ફાયર સર્વીસ'ના નામથી ધંધો કરતા હોય ફરીયાદી પાસેથી સુનિલ ગંગાધાર ફેટીંગ એ ફાયર સેફટી ઇકવીપમેન્‍ટ માલની ખરીદી કરેલી જે માલનું બાકી રહેતુ પેમેન્‍ટ રૂા. ૧,ર૧,૮૦૦/- અંકે રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસો પુરા ચુકવવા માટે તેઓએ તેમની પેઢીના ખાતા વાળી બેંકનો ચેક મોકલાવેલ હતો જે ચેક જમા કરાવવા જતા ઇકસીડ એરેન્‍જમેન્‍ટના શેરા સાથે પરત ફરેલ હતો.
ઉપરોકત રકમનો ચેક બિન ચુકતે પરત ફરતા નોટીસ મોકલાવેલી આમ છતા રકમ ન ચુકવતા પ્રિતેશભાઇ બાબરીયાએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍ડસ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જેમાં નાગપુરના વેપારી સુનીલ ગંગાધર ફેટીંગ ને રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં હાજર થવા અંગેનું સમન્‍સ મળતા જ ચેક મુજબની રકમની બેંક મારફત ચુકવણી કરી આપેલી હતી.
આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ તથા અજય કે. જાદવ રોકાયેલ હતા.

 

(3:32 pm IST)