Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

અકસ્‍માત ઇજાના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૨: બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્‍માત કરવાના ગુન્‍હામાં આરોપીનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.
આ અંગેની વિગત એવી છે કે, ગત તા.૨૮-૧૧-૧૯ા રોજ રાત્રીના સમયે પોપટપરા મેઇન રોડ પર ફરીયાદી કાળુભાઇ રઘુભાઇ ચનીયારા પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા ત્‍યારે આરોપી જેશીંગભાઇ દાનાભાઇ સરવૈયાએ પોતાની રીક્ષા પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી ફરીયાદીને મોટર સાયકલ સહીત ઠોકરે લેતા ફરીયાદીને હાથમાં ફ્રેકચર તથા શરીરમાં મુંઢ ઇજાઓ થયેલ હતી. જે અંગે ફરીયાદીએ પોલીસ સમક્ષ ફરીયાદ આપેલ હતી.
આ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા આરોપીના વકીલ અશોક બી.ચાંડપા દ્વારા ફરીયાદીની ક્રોસ કરવામાં આવેલ તેમ જ કેસ સાબિત થતો નથી તે અંગે દલીલ કરવામાં આવેલ અને પુરાવા રજુ કરવામાં આવેલ જેથી કોર્ટ દ્વારા સદરહુ ગુન્‍હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ.
આ કામમાં આરોપી વતી એડવોકેટ દરજ્જે ગૌતમ કે.ચાવડા, અશોક બી.ચાંડપા, હાર્દિક જીવાણી, મગન મેવાસીયા તથા રાજેશ ખાંભલીયા રોકાયેલ હતા.

 

(3:35 pm IST)