Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વિપ્ર પરિવારની પુત્રવધૂને મોહજાળમાં ફસાવી હેરાન કરવા સંદર્ભે થયેલ આપઘાત કેસમાં કલ્‍પેશ ડાંગરનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૨ : મોટામવા ગામના રહીશ રાજેન્‍દ્રભાઈ વ્‍યાસની પુત્રવધુને આરોપીએ મોહમાયા જાળમાં ફસાવતા તેણી રીસામણે જતા રહેતા તેણીને મનાવવા કણકોટ પાટીયે જનાર રાજેન્‍દ્રભાઈ વ્‍યાસને બેફામ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા લાગી આવતા એસીડ પી જતા મૃત્‍યુ પામતા એ રીતે મરવા મજબુર કરવાના ગુન્‍હામાં ધરપકડ થયેલ આરોપી કલ્‍પેશ ડાંગર સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. સેશન્‍સ જજે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હકમ ફરમાવેલ છે.
આ કેસની હકીક્‍ત જોઈએ તો મોટામવા ગામના રહીશ ગુજરનાર રાજેન્‍દ્રભાઈ વ્‍યાસના પુત્ર જીજ્ઞેશ વ્‍યાસે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં વાજડીના રહીશ કલ્‍પેશ ભીખુભાઈ ડાંગર વીરૂધ્‍ધ એ મતલબની ફરીયાદ આપેલ કે ફરીયાદીના મરણ જનાર પિતાને આરોપીએ બેફામ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી જીજ્ઞેશની પત્‍નિને મોહ, માયાજાળમાં ફસાવતા ફરીયાદીની પત્‍નિ તેણીના પીયર જતી રહેલ હોય અને આરોપીએ મરણ જનારને અવાર નવાર પુત્રવધુની આડીઅવળી વાતો કરતો હોય જેના કારણે મરણ જનારને આરોપીનો અવાર નવારનો અસહય ત્રાસ હોય જેના કારણે મરણ જનારને મરવા માટે મજબુર કરતા મરણ જનાર પોતાની જાતે એસીડી પી જતા ચાલુ સારવાર દરમીયાન મરણ જતા તે રીતે ગુન્‍હો કયા સબંધે ફરીયાદ આપવામાં આવેલ જે કામે તપાસના અંતે આરોપી વીરૂધ્‍ધ ચાજશીટ થતા કેસ કમીટ થતા સેશન્‍સ કોર્ટમાં કેસ ચાલેલ હતો.
બંને પક્ષોની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો, ફરીયાદપક્ષ તરફથી રજુ કરવામાં આવેલ તમામ પુરાવો ધ્‍યાને લેતા ફરીયાદ મોડી કરવામાં આવેલ હોય જેનો ખુલાસો થતો ન હોય તેમજ તપાસવામાં આવેલ સ્‍વતંત્ર સાહેદો ફરીયાદપક્ષના કેસને સમર્થન આપતા ન હોય ઉલટાનું મરણ જનારના પુત્રવધુએ તેના પતિ જીજ્ઞેશન, ગુજરનાર રાજેન્‍દ્રભાઈ વીરૂધ્‍ધ મહીલા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપેલ જેમા રાજેન્‍દ્રભાઈના કુટુંબનો અંદરો અંદર ઝઘડો હતો તેવુ આરોપી પક્ષ રેકર્ડ પર લાવેલ છે એકજ બનાવની બે ફરીયાદો જેમા ફરીયાદઓ અલગ અલગ હોવાનુ ફલીત થાય છે ગુજરનાર સમાધાન માટે પુત્રવધુ પાસે ગયેલ હોય અને ત્‍યાં એસીડ પી લીધેલ તેવુ પણ ફલીત થાય છે આરોપીના ત્રાસના કારણે એસીડ પીવુ પડેલનુ નિઃશંક પણે પુરવાર થતુ નથી, ફરીયાદવાળો બનાવ બનેલ છે કે કેમ તેજ શંકાસ્‍પદ બની જાય છે આરોપીના ત્રાસના કારણે કંટાળી જઈ અન્‍ય કોઈ વીકલ્‍પ નહી રહેતા મરનારે એસીડ પી લઈ આપઘાત કરેલ હોય કે મરવા માટે સંજોગો ઉભા કરેલ હોય કે દુષ્‍પ્રેરણ પુરૂ પાડેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રેકર્ડ ૫૨ આવેલ નથી તેમ માની આરોપી કલ્‍પેશ ડાંગરને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.
ઉપરોકત કામમાં આરોપી કલ્‍પેશ ડાંગર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, મીહીર દાવડા, ભાવીક ફેફર, કિશન માંડલીયા રોકાયેલ હતા.

 

(3:35 pm IST)